SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 333 દોષ જાણીને મારી સ્ત્રીઓએ ઈચ્છાઓનું પરિમાણ કરી પાંચમુ અણુવ્રત ગ્રહણ કર્યું. મારી સ્ત્રીઓને પાંચે અણુવ્રત આપી ઘર્મશીલા. બનાવનાર આ મહા મુનિ ઉપર મેં કેવી દુષ્ટ વિચારણા કરી ? અરે પેલા વિહૂની માફક મારી શી દશા થશે ?' એમ ચિંતવતે હું પ્રગટ થઈને મુનિના ચરણમાં પડયો મારો સર્વ અપરાધ કહીને હું તેમને ખમાવવા લાગ્યો હે ભગવાન ! હાસ્યથી પણ મુનિ માટે દુષ્ટ વિચાર, કરનાર પેલા વિડ્રની માફક આ ભવ સાગરમાં ડુબી જાઉ.. અનંત દુ:ખનો ભોક્તા થાઉં તે પહેલાં મને એ પાપથી. મુક્ત થવાનો ઉપાય બતાવે, " મારે પશ્ચાત્તાપ જાણી, મુનિ બેલ્યા, ત્રણ જગતને માન્ય, બ્રહ્મચારી અને કષાય રહિત એવા સાધુ માટે આવો વિચાર કરે એ મહા પાપ છે. ચારિત્ર ગ્રહણ કર્યા વગર આ પાપથી તું મુક્ત થઈ શકીશ: નહિ. માટે હે ભાગ્યવાન ! આ સંસારની અનિત્યતાનું સ્મરણ કર, કામ ભેગનાં સુખ દુર્ગતિને આપનારાં છે એ શું તું નથી જાણતો ? સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, દેહ આદિ. સર્વે સંગે અનિત્ય છે. ને મૃત્યુતો વાટજ જોયા કરે છેતે કયારે પકડશે તેની કોઈને ખબર નથી. જ્ઞાનીજ એ એ બધું જાણી શકે છે. તુચ્છ એવાં સાંસારિક સુખોનો. ત્યાગ કરી એકાંત મુક્તિસુખને આપનારા સંયમને ગ્રહણ કર, પનિંદાનો ત્યાગ કર, શમતારૂપ અમૃત વડે તારા આત્માને તૃપ્ત કર, સંતોષને ધારણ કર, ક્રોધને દૂર કર, લોભને છોડ, પોતાની આત્મશ્લાઘા સાંભળીને એમાં રાજી થા નહિ ને માયાને છોડી દે, મદ, આળસ વગેરે દોષોને. ત્યાગ કરી સંયમને અંગીકાર કરવાથી તુ આ પાપકર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy