________________ એકવીશ ભવનો નેહસંબંધ 327 ઉદ્યમ કરે છે ત્યારે સંતોષી નજીક રહેલી વસ્તુમાં પણ આદરવાળો થતો નથી. માટે હે સુભગ ! સર્વથા પરિચહનો ત્યાગ કરવાને શક્તિવાન ન હો તોપણ તમારે ઈચ્છાએનું પરિમાણ તો અવશ્ય કરવું, જે ઈચ્છાઓને રોકત નથી તે ધન મેળવવા માટે અનેક પ્રકારના કલેશને પામે છે. જેમ જેમ લાભ વધે જાય છે તેમ તેમ લભ વૃદ્ધિ પામે છે, માટે સમજુજનોએ ઉપાધિથી ભય પામીને પરિગ્રહનું પ્રમાણ કરવું. મુનિને ઉપદેશ સાંભળી પ્રસન્ન થયેલા ગુણાકરે પોતાની મરજી મુજબ પરિગ્રહનું પ્રમાણ કર્યું. શ્રદ્ધા રહિત એવા ગુણધરે એ બધું મિથ્યા માનીને કાંઈ પણ વ્રત લીધું નહિ. ગુણધરના વિચાર પણ એવાજ હતા. “જે પુરૂષ આગળ વધતી એવી પોતાની ઈચ્છાને રોકે છે, અને સંતોષને ધારણ કરે છે. તેને દૈવ કાંઈ પણ અધિક આપતો નથી. તેણે પિતાનું ભાગ્ય વેચી ખાધેલું છે. આ મારો મિત્ર તો મૂખ છે જેને આ મુનિએ છેતર્યો છે... જુદી જુદી ભાવનાને ધારણ કરતા તેઓ બન્ને પિત પિતાને ઘેર ગયા, અન્યદા પોતાના મિત્રને કહ્યા વગર ગુણધર પરદેશમાં ધન કમાવા ગયે, ત્યાં તેને વ્યાપારમાં બહુ લાભ થયેવધારે લાભ મેળવવા ત્યાંથી દૂર દેશાંતરે ગયો ત્યાં પણ એને ખુબ લાભ થયો, ત્યાંથી તે પિતાના દેશ તરફ ચાલ્યો ને માર્ગમાં ભયંકર અટવી આવી. કલ્પાંતકાળના અગ્નિ સમાન ભયંકર દાવાનલને જોઈ સેવકે નાશી ગયા ધન અને માલનાં ભરેલાં ગાડાં બળી ગયાં, બળદો મરી ગયા ત્યારે થાકીને જીવિતની આશાએ ગુણધર પણ પલાયન થઈ ગયે. સાત દિવસે કેઈક સંસિવેશમાં આવ્યું તો ત્યાં કઈ દયાળુએ એને ભેજન કરાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust