________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 325 શાખાના મૂળમાં ધન હોવું જોઈએ એ વિહુને અભિપ્રાય આપો. કારણ કે બહુવલ્પ વા ભવેત્ દ્રવ્ય, ઘુવં બિલવપલાશો ચારોએ પણ ત્યાં તપાસ કરી તો માલુમ પડયું કે નીચે ધન છે પણ એની પરીક્ષા કરવી જોઈએ કે ત્યાં કેવા પ્રકારનું ધન છે. એ વૃક્ષના મૂળમાં ઘા કરતાં જ રત રસ નિકળે તો રત્નો, પીળ નીકળે તો સુવર્ણ અને તવણુંવાળે રસ નિકળે તો રૂપૈયા-રૂપુ નિકળે. શસ્ત્રો વડે પ્રહાર કરતાં રક્તરસ જોઈને બધા ખુશી થયા કે “ર હોવાં જોઈએ. પૂજા, બલિ વગેરે કરીને એ નિધિને ચોરોએ કાઢી સર્વની સમક્ષ હાજર કર્યો. રત્નને ઢગ જોઈને બધા હષત થયા. ચારોએ હવે વિહુને ગાડ -લેવાને મોકલ્ય, વિહુ ગાડુ લેવાને ગામમાં ગયો તે સમયનો લાભ લઈને ચરો એ રત્નોને ગ્રહણ કરી નાશી ગયા, ગાડુ. લઈને આવેલો વિહુ પિતાના સાગ્રીતોને ન જેવાથી દુ:ખનો માર્યો મૂચ્છિત થઈ ગયો. વનના શીતવાયુથી સાવધ થયેલો તે મહા દુ:ખને અનુભવતો પ્રાત:કાળી પહેલાં ઘેર આવ્યો, કોઈ હેરૂએ તેની આ હકીકત જાણીને રાજા આગળ વાત જાહેર કરવાથી રાજાએ વિહુને બોલાવી પૂછયું. વિહુએ ભય પામીને રાજાને સત્ય હકીકત કહી સંભળાવી. ચારને સહાય કરવાથી રાજાએ તેનું ધન લુંટી લઈ નગર બહાર કાઢી મૂકો જેથી વિહુ બહુ દુ:ખી થયે વિહુ મરણ પામીને પોતાના ઘરના આંગણામાં કુતરો થયો. આખો દિવસ તે ઘરના આંગણામાં બેસી રહેતો છતાં તેને કઈ ખાવાનું આપતું નહિ. ભૂખ અને તૃષાથી મરણ પામીને તે બિલાડો થયો. બિલાડાના ભવમાં અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust