SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 321 વનદેવીએ તેમને અધવચ સ્થભાવી દીધા. એ ચારે કુલાં. ગાને સ્થભિત થયેલા જોઈ સિદ્ધ ભયથી કંપવા લાગ્યો, આકુળવ્યાકુળ થયેલ સિદ્ધપુરૂષ સુંદરીના ચરણમાં મસ્તક મૂકતો જો , હે ભગવતિ ! હે ગિની ! તારા આ માહાઓને હું પામર જાણતો ન હોવાથી મેં આ અકાર્ય કરે છે તો મારા આ એક અપરાધની તું ક્ષમા કર, હવેથી આવો અપરાધ હું કરીશ નહિ, રંક એવા તારે શરણે આવેલાને તું અભય આપ.” એ સ્થિતિમાં પ્રાત:કાળ થયો ને. બધું નગર હીલોળે ચઢયું, ને લેકે ભેગા થતા ગયા, રાજા પણ ખબર પડતાં મંત્રી આદિ પરિવાર સાથે ત્યાં આવી પહોચ્યો. રાજાએ પેલા ચારે ધંભિત પુરૂષોને પૂછયું, - દુરાચારીઓ ! આ શું છે? તે સત્ય કહો, “રાજાના પૂછવા છતાં જ્યારે જવાબ ન મળે ત્યારે સુંદરીને પૂછયું. શરમથી સુંદરી પણ કાંઈ જવાબ આપી ન શકવાથી અભયવચન મેળવી પેલા સિદ્ધપુરૂષે સર્વે હકીકત કહી સંભળાવી. દેવીએ પણ તે પુરૂને મુક્ત કરવાથી તેમણે પણ તે પ્રમાણે વૃત્તાંત કહી સંભળાવ્યું. તેમની વાત સાંભળી કોપાયમાન થયેલો રાજા બે, પાપીઓ ! મારા નગ૨માં રહીને આવાં પાપકર્મ કરે છે? સતી સ્ત્રીઓને હેરાન કરે છે ? " પછી તો એ ચારેને કારાગ્રહમાં પૂરી દીધા. રાજા પેલા સિદ્ધપુરૂષને કહેવા લાગ્યો “પાપી! તું કોઈ વખતે મારા અન્ત:પુરને પણ વિનાશ કરીશ. તને અભય વચન આપેલું હોવાથી તેને મારતો નથી પણ તું મારા રાજ્યની હદ બહાર જા. રાજાએ એને દેશનિકાલ કર્યો. પૌરજન સહિત રાજા સુંદરીના ચરણને નમસ્કાર કરતો એના પિતા વસુપાલ શેઠને કહેવા લાગ્યો “શેઠ! P.P.27.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy