________________ 322 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આ જગતમાં એક તમને જ ધન્ય છે કે જેના ઘેર આવી મહાસતી પુત્રી છે.” - રાજાની વાણી સાંભળી કૃતજ્ઞ એ શેઠ હાથ જોડી બોલ્યો “દેવ! આપને જ એક આ પૃથ્વી પર ધન્યવાદ છે કે જેમના રાજ્યમાં આવી મહાસતી વસે છે.” શેઠની વાણુથી સંતોષ પામેલા રાજાએ તેના પિતા અને પતિને રાજ્યકરથી મુક્ત કર્યા, સુંદરીને મહા કીમતી વસ્ત્રાલંકાર આપ્યા, મોટા મહોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવી તેનું શીલસુંદરી નામ જાહેર કર્યું, - શીલના માહાસ્યથી પ્રસિદ્ધ થયેલી શીલસુંદરી ચિરકાલપર્યત સુખ ભોગવી અનુક્રમે કાલ કરી સ્વર્ગ ગઈ. પરંપરાએ તેણે મુકતી લક્ષ્મી પ્રાપ્ત કરી. ત્યારે પેલા દુર્લલિત પુરૂષનું રાજાએ સર્વસ્વ હરી લઈ કારાગ્રહમાં ઝીં કેલા, ત્યાં ઘણે કાલ કલેશને ભોગવતા મૃત્યુ પામીને દુર્ગતિમાં ગયા. * એ પ્રમાણે શીલ અને અશીલના ગુણ દોષ જાણીને હે ભદ્રા! તમે શીલ પાલવામાં આદરવાલા થાઓ મુનિએ શીલવત ઉપર એ પ્રમાણે બોધ કરવાથી મારી સર્વે સ્ત્રીઓએ પરપુરૂષને નિયમ અંગીકાર કરી ચેાથે અણુવ્રત ગ્રહણ કર્યું. * હે પૂર્ણચંદ્ર કુમાર! તેમના આ નિયમ ગ્રહણ કરવાથી હું બહુ જ પ્રસન્ન થયો. આજ સુધી મને જે વહેમ, શંકા તેમજ સ્ત્રીઓના વ્યભિચારની શંકા રહ્યા કરતા હતી તે આજથી હવે નષ્ટ થવાથી હું મુનિ ઉપર પણ ખુબ પ્રસન્ન થયે “વાહ! મુનિએ આ કામ તો સારું કર્યું. - , પરમ સંતેષને અનુભવતા મેં મનિને પ્રત્યેક અંગે અબે પ્રહાર કરવાના હતા તેમાંથી એક એકલhat ઓછો કરી