________________ 318 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કુશીલા સ્ત્રી પરભવે કુરૂપવાલી, દુર્ભગા, વંધ્યા, ભગંદરઆદિ મહારોગની પીડાવાળી, રંડા, કુરંડા અને નિંદાને પાત્ર થાય છે. અરે એના ઉત્કૃષ્ટ પાપનું તો આ ભવમાં પણ એને ફલ મલે છે. - કુશીલ પ્રાણીઓને મનુષ્ય ભવમાં અંગોપાંગનું છેદાવું વગેરે દોષો પ્રાપ્ત થાય છે. તિર્યંચ ગતિમાં વધ, બંધન, - તાડન, તર્જન, ભારારોપણ, સુધા તૃષા સહન આદિ અનેક દોષ સહન કરવા પડે છે, નરક ગતિમાં પરમાધા“મીઓ તેને વજગ્નિમાં ફેંકી મહા વ્યથા ઉપજાવે છે અગ્નિથી ધગધગતી લોહની પુતળી સાથે આલિંગન કરાવે છે. કિં બહના ? દુ:ખશીલવાળાને માટે આ જગતમાંની કઈ આપદા તૈયાર નથી ? શીલે કરી સુખ સામ્રાજ્ય પામેલી શીલસુંદરીનું દૃષ્ટાંત મનન કરવા યોગ્ય હેવાથી તે તમારે સાંભળવા છે. મુનિએ શીલ સુંદરીની કથા કહી સંભળાવી. - આ વિજ્યમાં વિજ્યવર્ધન નામે નગરને વિષે વસુપાલ નામે શ્રેણી, તેને સુમાલા નામે સ્ત્રી હતી. તેમને જીનાગમને જાણનારી સુંદરી નામે પુત્રી થઈ, કલામાં કુશલ તેમજ ધર્મકાર્યમાં પ્રીતિવાળી સુંદરી અનુક્રમે યૌવન વયમાં આવી. તે એના પિતાએ અનેક સુંદર કુમારને એની યાચના કરવા છતાં મિથ્યાત્વી હોવાથી ન આપતાં સુભદ્ર નામે શ્રેષ્ઠ પુત્રને આપી. જેથી :લેકે એના ભાગ્યના વખાણ કરવા લાગ્યા. જે નિરાશ થયા તેઓ પોતાની નિંદા કરવા લાગ્યા, 1. ' એ નગરમાં બે વિપ્રપત્ર અને બે વણિકપુત્ર એ ચારે પરસ્પર પ્રીતિવાળા થઈને દરરોજ આનંદ ગોષ્ટી કરતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust