________________ એકવીશ ભવને નેહસંબંધ . 319 * હતા. સુંદરીના રૂપ ગુણ સાંભળીને એ ચારે એની તરફ આકર્ષાયા, એના સંગમની અભિલાષાવાળા તેઓ સારાં સારાં વસ્ત્ર પહેરીને એ સુંદરના મકાન આગળથી રોજ નિકળતા હતા ને બંસી વગાડતા હતા, ગાયન કરતા હતા. એના મકાન આગળ અનેક ચેષ્ટાઓ કરવાપૂર્વક સુંદરીના ચિત્તને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. - તેમની આવી દુષ્ટ ચેષ્ટા જેવા છતાં સુંદરીએ એમની તરફ જરાયે ધ્યાન આપ્યું નહિ કે નજર સરખી પણ જ્યારે કરી નહિ ત્યારે તેમણે ધનથી વશ કરી કેઈ પરિવ્રાજિકાને શીખવી સુંદરી પાસે મોકલી, કારણ કે- પોતાને સ્ત્રી હોવા છતાં નીચ પુરૂષ પરસ્ત્રીમાં લંપટ થાય છે. સ્વચ્છ જળથી ભરેલું સરોવર છતાં કાગડો સ્ત્રીના મસ્તક પર રહેલા કુંભના જળની ઇચ્છા કરતા નથી શું ? એ પરિવાજિક સુંદરી પાસે આવી છતાં તે મિથ્યાત્રી હોવાથી સુંદરીએ તેનો આદરસત્કાર કર્યો નહિ, છતાંય પિતાના કાર્યમાં ઉત્સુક્તાવાળી પરિવાજિકા એની પાસે બેઠી ને શિખામણ આપવા લાગી. “સખી! દયા ધર્મ સર્વે ધર્મવાળાઓને માન્ય છે, તેમાંય શ્રાવકે તો સર્વે જીવની રક્ષા માટે અતિ સાવધ હોય છે, કેઈને દુ:ખી કરતા નથી, દુઃખીયાનું પણ પોતાના સર્વસ્વના ભાગે તેઓ રક્ષણ કરે છે તો તું પણ તારે માટે તરફડી રહેલા અને મૃત્યુને માટે આતુર થયેલા તેમને જીવાડ, એમની આશા પૂર્ણ કરી , " અરે કુલીન સ્ત્રીઓના કુળને કલંક લગાડનારૂં આ તું શું બોલી. આવું મહાપાપ અમારે શું યોગ્ય છે? તમારા સરખી વ્રતધારીઓને આવું બિભત્સ બેલિવું પણ રોગ્ય નથીજે પ્રાણી બીજાને પાપ બુદ્ધિ આપી અવળે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust