________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 317 ચેથું પરસ્ત્રીગમન વિરમણવ્રત હે સુશિલાઓ! સર્વ વ્રતમાં શિરોમણિ, મહા. મંગલકારી, કલ્યાણનું કરનાર એવું જે શીલવ્રત તેનો મહિમા સાંભળે. આ વ્રત તો કુળવંતી સ્ત્રીને શોભા રૂપ છે. આ જીવન પર્યત આ વ્રત તેમને આરાધવા ગ્ય છે મનથી પણ કુલવંતીઓએ પર પુરૂષની ઈચ્છા. ન કરવી જોઈએ, પર નરને સરાગ દૃષ્ટિથી જોવો એ પણ મહા પાપનું કારણ છે. આ જન્મ પર્યત જે શુદ્ધ સતી નારી છે તેને વેરી, વારી, અગ્નિ, વ્યાધ્ર, વૈતાળાદિક કોઈ પણ વિપત્તિઓ પરાભવ પમાડી શકતી નથી. સતી સ્ત્રીઓ જગતમાં માન, પૂજા અને સત્કારને પામે છે. એ સતી નારીના તેજ અને પ્રતાપ અભૂત હોય છે. ગમે તેવો બળવાન કે વિદ્યાવાન પણ સતીના તેજ આગળ હારી જાય છે. પૃથ્વી મંડલ ઉપર તેના ઉજ્વળ યશની પ્રખ્યાતિ સર્વત્ર વિસ્તાર પામે છે. એને જય જય થાય છે. આ લોકમાં સૌભાગ્ય, સુખ, સંપત્તિ, પુત્રપ્રાપ્તિ, અને ચિત્તની નિર્ધ્વત્તિ-શાંતિ તેણને થાય છે ત્યારે પરલોકમાં સતી નારી સ્વર્ગ, અને અપવર્ગ (મુક્તિ) ની લક્ષ્મીને પામે છે. દેવતાઓ પણ શીલવ્રતધારીને નમે છે. એની સેવામાં, એને સહાય કરવામાં, એની આજ્ઞા ઉઠાવવામાં હાજર નાજર રહે છે. છે . જેઓ શીલથી ભ્રષ્ટ થયેલા છે તેમની દશા શેચનીય. હોય છે તેમની નાસિકા, ઓષ્ટ, કર, પાદાદિક ઈદ્રિયોને છેદ થઈ જાય છે. વધ, બંધન, ધન ક્ષય આદિ અનેક આપદાઓ એને માટે તૈયાર હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust