________________ 20. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર યોગ્ય સ્થાનકે બેસાડ્યા. નગરીની અદ્દભૂત શેભાને જોતા રાજસભામાં આવેલા હતા. રાજસભાની દિવ્ય રચનાને જોઈ મહેમાનો પણ છક્ક થઈ ગયા છતા મંત્રીઓની કુશ-- ળતાની તારીફ કરવા લાગ્યા. સત્કાર વિધિ પૂર્ણ થયા પછી જયસેનકુમારનો મંત્રી ઉભે થઈ હાથ જોડી બોલ્યો. “કૃપાનાથ ! આપની ઉલ કીર્તિ સાંભળીને દૂર રહ્યા છતાં પણ અમારા સ્વામી આપની ઉપર પ્રસન્ન થયા છે. દૂર રહેલા છતા આપની તરફ તે એકનિષ્ઠ સત્યનેહ ધરાવે છે. જેથી. પિતાને પ્રાણ થકી પણ અધિક પ્રિય એવી રાજકન્યા અમારી સાથે મોકલી છે. હે દેવ ! મનોહર દિવસ જોવરાવી. આપ એની સાથે પાણિગ્રહણ કરો ને અમને ફરજમાંથી મુક્ત કરે.” જયસેનકુમારના મંત્રીની વાણી રાજાને અનુકૂળ હતી, ઘરે બેઠાં ગંગા આવતી હતી, વગર પ્રયાસે કલ્પવૃક્ષ ફળીભૂત થતુ હતું. અનાયાસે સ્ત્રીરત્ન પિતાને પ્રાપ્ત થતું હતું. રાજાના હર્ષમાં હવે શું ખામી રહે ? દૂર રહેલા અને ગુણ રહિત એવા મારા ઉપર વિજયરાજની આટલી બધી કૃપા છે એ એમની સર્જનતા છે. મારા મોટા ભાગ્યે જ જયસેન જેવા મહેરબાન મારૂં . આંગણુ પાવન કરી રહ્યા છે, તેથી જ મને લાગે છે કે મારૂં ભાગ્ય હજી. જાગ્રત છે. વિજયરાજ જેવા વડેરાઓએ મારી. પાસે જે માગણી કરી છે તે માગણીને નકારનાર હું તે કેણુ માત્ર ! મારા જેવા તુચ્છ માણસો વડીલોની એવી. વાણીને કોઈ પણ અવગણી શકે નહિ, મંત્રીજી! ફલને દેનારી કલ્પવલ્લી જેવી વાણીને અનાદર કેણ કરી શકે, રાજાએ પોતાની લઘુતા પ્રગટ કરતાં મંત્રીની વિનંતિ માન્ય કરી : , ' “બંધો ! મહારાજાના સંબંધમાં તમે મને કહેતા હતા P.P. Ac. Gunratlasuri M.S.