________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 19 વ્યવસ્થા થઈ ગઈ મહેમાનોના આનંદ- વિદ માટે અનેક પ્રકારની નાટક રચના, ગાન, તાન થયાં. એ આનંદમાં એમને દિવસ ક્ષણવારમાં પસાર થઈ ગયે. કેવુંયે પુન્ય કરેલું હોય ત્યારે આવા મહેમાનો આવે, એની વ્યવસ્થામાં શું કાંઈ ખામી આવે ?. શખના જેવી ઉજ્વળ કાંતિવાળી શંખપુર નગરીને પણ શણગારવામાં શી ખામી રહે. ચેક, ચૌટ, બજાર અને ' દુકાનની લાઈને લાઈન દવજા પતાકાઓથી સુશોભિત થઈ ગઈ. રાજદરબાર તેમજ રાજમાર્ગ વજા પતાકા તોરણ જેવી બીજી અનેક કારિગરીથી ઝમકદાર બનાવવામાં આવ્યા, મંત્રીઓએ રાજસેવકો પાસે એક દિવસમાં સારાય શંખપુર નગરને મનોહર સ્વર્ગ નગરી-અલકાપુરી જેવી બનાવી દીધી. ભાગ્યવાન પુરૂનાં કાર્ય માત્ર વચન દ્વારા જ સિદ્ધ થાય છે, બીજે દિવસે મહામહેત્સવ પૂર્વક રાજમંત્રી જયસેન કુમારને હાથી ઉપર બેસાડી નગરમાં તેડી લાવ્યા. મનહર વારિત્રોના નાદ ગુંજી રહ્યા છે. સૌભાગ્યવતીએ મધુરાં મંગલમય ગીત ગાઈ રહી છે, અનેક નાગરિકે જના જયસેનકુમારને જેવાને રાજમાર્ગે કીડીઓની માફક ઉભ- ; રાઈ રહ્યા છે. નગરની એવી અનેક નગરની ભવ્યતાને નિહાળતો જયસેનકુમાર રાજસભામાં આ સિંહાસને આરૂઢ થયેલા કામદેવ જેવી કાંતિવાળા શિખરાજાને નમી રાજા આગળ ભેટથું મૂકી જયસેનકુમાર બે હાથ જોડી રાજાને નમ્યો. શંખરાજા સિંહાસનથી નીચે ઉતરી જયસેન કુમારને ભેટયા, બને પરસ્પર, મળ્યા. રાજાએ પોતાના સિંહાસન ઉપર જયસેન કુમારને પોતાની સાથે બેસાડ્યા કુમારની સાથે આવેલા એમના મંત્રીઓ, સુભટ વગેરેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust