________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પણ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ફના થવાનો વખત આવે છે, કારણ કે પુણ્યની એમાં જરૂર ખામી રહેલી હોય છે. મનવાંચ્છિત વસ્તુને આકર્ષવામાં જે કોઈ પણ સામર્થ્ય ધરાવતું હોય તે એક પુણ્ય જ, - એ પુણ્ય તો ઘર્મ કરવાથી થઈ શકે, સાધુ અને શ્રાવક ધર્મ આચરનારા ભવ્ય આત્માઓના ભાગ્યમાં તે શું ખામી હોય ! ભાવથી આધિત કરેલો ધર્મ પ્રાણીને શું નથી આપતો ? મુક્તિની વરમાળને પહેરાવનાર એ ધર્મનાં આત પ્રાસંગિક ફળ છે. કારણ કે જે આપણે કરેલું છે તે જરૂર ગમે ત્યારે પણ આપણને જ મલવાનું છે. પ્રાણીઓ સુખ મેળવવા માટે, જગતના આકર્ષક પદાર્થો મેળવવા માટે જેટલો પ્રયત્ન કરે છે તેથી અર્ધીય પ્રયત્ન ધર્મને આરાધવા માટે કરતા હોય તો તેમનાં વિષમ કાર્યો પણ સહેલાઈ અને સરળતાથી સિદ્ધ કેમ ન થઈ શકે ? : રાજાની આજ્ઞા પ્રમાણે રાજમંત્રીઓ દત્તકુમારને સાથે લઈને મંગલ વાદિત્રો સાથે અનેક અસ્વારોને હાથીએથી શેભતા જયકુમારના સમાનાર્થે તેની સામે ગયા, જયસેનકુમાર અને મંત્રીઓને માર્ગમાં મળ્યા, ભેટયા, કુશળવર્તમાને પૂછ્યા દત્તકુમારે જયસેનકુમારને સર્વે હકીકત કહી સંભળાવી. મંગલવાદિત્રોના મધુરા નું પાન કરતા સર્વે શંખપુર નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા, નગરીની બહાર રાજવાટિકામાં જયસેન અને કલાવતીને ઉતારે રૂપી મંત્રીઓએ તેમની સરભરા કરી, સુભટ તેમજ અર્થે અધિકારીઓને આસપાસ ઉતારવાની સગવડ કરી, અનેક તબુઓ ઉભા કરી દીધા અનેક નાનાં મોટાં મકાને અત્યારે જાગૃત થઈ ગયાં. માનવીના કોલાહલથી નગર બધું હલમલી રહ્યું. તેમના ખાનપાન: સતીન. માટે ઝટ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust