________________ એકવીશ ભવનો સનેહસંબંધ 17 પનું આ અદ્દભૂત કાર્ય કરનારની આપે બરાબર ખબર લેવી કેમ ખરું ને દત્તકુમાર ? " “તમે મંત્રીઓ પણ બહુ જબરા ! બ્રહસ્પતિ સરખા તમે જે પરોક્ષ વાત બને છે તે જેએલાની માફક પ્રત્યક્ષ કહી સંભળાવો છો, નહિ દેખા કે સાંભળ્યા છતાં આપે યથાર્થ વાત કહી સંભળાવી. એ જેવી તેવી વાત છે કાંઈ?” દત્તકુમાર મંત્રીની બુદ્ધિનાં વખાણ કરતાં બોલ્યો, બધા એક બીજાના ગુણને જેનારા હતા, ખરેખર દત્ત ઘણા ગંભિર મનવાળે છે. તેમ જ મંત્રી ! તમે પણ સુરાચાર્ય જેવા બુદ્ધિમાન છે, માટે તમે હવે યુદ્ધ નિવારીને જયસેનકુમારના સ્વાગત માટે જે ઉચિત હોય તે કરે. મંત્રીઓને જયસેનકુમારનું સ્વાગત કરવા તેમજ તેમની સુભટો વગેરેની વ્યવસ્થા કરવાનું ફરમાવી રાજા રાજમહેલમાં ગયા. રાજાના હર્ષનો પાર ન હતો, આજનો દિવસ એને મન અપૂર્વ હતો. બબે દિવસ થયાં પ્રિયા કલાવતીને મેળવવા માટે રાજા અનેક ઉપાય ચિંતવતો પણ તેને કાંઈ સુઝતું નહિ. આજે અણધાર્યો બનાવ બનવાથી રાજાને તે અવર્ણનીય હર્ષ હતો, ઉલ્લાસ હતો. દૂર રહેલી પ્રિય વસ્તુ આજે ચાલી ચલાવી કદમ આગળ ઝુકી પડતી હતી. ભાગ્યની તે બલિહારી કાંઈ ! ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે માનવી આકાશ પાતાળ એક કરી નાખે છે, અનેક ધમપછાડા કરવા છતાંય ભાગ્ય હીન માનવીને ઉપરથી. જુત્તાં પડે છે. મહેનત બરબાદ જાય છે ને હાથનાં કર્યા હૈયે વાગે છે, છતાં ઈષ્ટ વસ્તુનું દર્શન પણ થતું નથી. તખ્ત અને તાજે ડલ થતાં ય અભિલલિત વસ્તુની પ્રાપ્તિ દૂર જ રહે છે. કવચિત ભાગ્યવાનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust