________________ - - એકવીશ ભવના સ્નેહસંબંધ 305 ભગવાન ! મારો ભાઈ નિષ્કારણ મારી ઉપર દ્વેષ કરતો હતો તેનું કારણ શું ? તે મરણ પામીને કયાં ગયો? તે આપ કહે. ) . ધન્યના જવાબમાં કેવલીભગવાન બોલ્યા, “તું નામ થકી જે ધન્ય છે તેવો અર્થથી પણ છે. સત્યવાદી અને જનમાન્ય તારામાં ને એનામાં બહુ ફેર છે. પરભવના વેરથી આ ભવમાં ધરણું તારો ભાઈ હોવા છતાં દ્વેષી થયો હતો, તે મરીને માતંગની પુત્રી થયે છે. યૌવનને વયમાં એને ચંડાલ સાથે પરણાવી. તે સર્પ દંશથી મૃત્યુ પામીને હાલમાં તે ધોબીની પુત્રીપણે ઉત્પન્ન થયો છે. દુધ, દુ:સ્વર, મુંગી, બહેરી, કુરૂપવાળી એવા અનેક દોષોથી ભરેલી અત્યારે છે. સંસારના સ્વરૂપથી ભય પામેલો ધન્ય મસ્તક ધુણાવવા લાગ્યો. કેવલી ભગવાનની વાણી સાંભળી વૈરાગ્ય પામેલાં ધન્ય પિતાના પદ ઉપર પુત્રને સ્થાપન કરી દીક્ષા ગ્રહણ કરી દેવલેકે ગયો. પરંપરાએ ધન્ય પિતાના સત્યપણાથી મોક્ષની લક્ષ્મીને વરશે - પેલો ધરણ પિતાની દુબુદ્ધિથી અનેક જુઠ અને કુકર્મને કરતો ભવાટવીમાં ઘણે કાલ ભમશે. માટે હે ધર્મશીલાઓ ! સત્ય અને અસત્યના ગુણ દોષ જાણીને અસત્યનો ત્યાગ કરી સત્યને ગ્રહણ કરે. મુનિ બીજા વ્રતનું વિવેચન કરી દષ્ટાંતથી તે સ્ત્રીઓને પ્રતિબોધ કરીને વિરમ્યા. એ મુનિની દેશના સાંભળીને સ્ત્રીઓ ઘણી ખુશી થઈ છતી ગુરૂ પાસે બીજુ અણુવ્રત અંગીકાર કર્યું. આ . તેમની આ પ્રમાણેની રૂડી ભાવનાથી હે કુમાર ! મેં વિચાર કર્યો કે, “મુનિએ આતો સારું કર્યું. તેઓ હવે મારાથી કઈ પણ છુપાવી શકશે નહિ. કંઇ પણ જુઠું SP Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust