________________ 306 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - - બોલીને તે હવે મને છેતરી શકશે નહિ, માટે આ મુનિને મારે જે દરેક અંગમાં ચાર ચાર પ્રહાર કરવાના હતા તેમાંથી એક એક પ્રહાર ઓછા કરી હવે હું તેમને પ્રત્યેક અંગે ત્રણ ત્રણ પ્રહાર કરીશ. બે બે પ્રહારને મેં ત્યાગ કર્યો. આ પ્રમાણે વિચાર કરતો અને પ્રચ્છન્નપણે ઉભેલો હું હવે સુરસુંદર મુનિ આગળ શું બોલે છે અને સ્ત્રીઓ ઉપર તેની શું અસર થાય છે તેની પ્રતીક્ષા કરતો-વાટ જોતો ઉભે રહ્યો. ત્રીજું સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત. - “હે શ્રાવિકાઓ ! અદત્તાદાન સંબંધી વ્યાખ્યા સાંભળે. ડાહ્યા પુરૂષ કયારે પણ કેઈનું હરામનું દ્રવ્ય ગ્રહણ કરતા નથી. ભગવાને ચૌર્યકર્મને પાપનું મૂળ કહેલું છે. કેઈ જીવને પ્રહાર કર્યો હોય તેની વેદના કરતાં તેના સર્વસ્વ હરણની વેદના તેને અધિક દુ:ખી કરે છે, માટે ખાસ કાળજી રાખીને પણ બીજાના દ્રવ્યનું હરણ કરતા અટકવું. આ લોકમાં પણ એ પાપનાં ફલ વધ, બંધન કે કારાગ્રહમાં પૂરાઇને ભેગવવાં પડે છે. હાથ પગનો છેદ થાય છે. કવચિત એ પાપનાં ફળ શી ઉપર ચઢીને પણ જોગવવાં પડે છે. પરભવમાં દાસપણું, દારિઘ તેમજ તિર્યંચગતિમાં જઈને પણ ભેગવવાં પડે છે. પરદ્રવ્યના હરના નારકીમાં પણ ઉત્પન્ન થઈને ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓ સહન કરે છે. પરવ્યનો ત્યાગ કરનારાને ધન આલોકમાં પણ વૃદ્ધિ પામે છે. તેમનાં ગમે તેવાં વિષમકાર્ય પણ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust