________________ 290 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સામ્રાજ્ય લક્ષ્મીને ભેગવે છે. ત્યારે કેટલાક મહર્થિક અમાપ રૂદ્ધિ સિદ્ધિવાળા પણ જોવાય છે. કેટલાક પરતંત્રરૂપી દરડી સાંકળથી બંધાયેલા તેમની સેવા કરનારાય નજરે નથી જોત શુ ? . કેટલાક કલ્પવૃક્ષ પાસેથી મનોવાંછિત ફલને મેળવતા સુખ અને ભેગમાં પ્રીતિવાળા થઈને ચિંતા કે દુ:ખનેય જાણતા નથી ત્યારે કેટલાકને પિતાના ઉદર ભરવાના પણ સાંસા હોય છે, કેટલાક શ્રેષ્ઠ અને નવસુંદર યુવતીઓના હાસ્યવિલાસમાં રમતા મોટા સૌભાગ્યવાળા હોય છે ત્યારે કેટલાક દૌર્ભાગ્યથી દાઝેલા શ્યામ મુખવાળા પણ નથી હતા શું ? - આ ભવાટવીમાં જન્મ, જરા, મરણ, વિપત્તિ, આધિ, વ્યાધિ, ઉપાધિ, શેક, ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટને સંગ. કારાગ્રહ નિવાસ એ બધુંય જીવને મનુષ્યભવમાં પણ સહન કરવું પડે છે. ઉત્તમ નરને એ બધાં શુ વૈરાગ્યનાં કારણ નથી થતાં? છતાંય આ દુ:ખથી ભરેલા સંસારમાં મને વૈરાગ્ય શી રીતે થયું તેનું કારણ સાંભળ . ગુરૂમહારાજે પિતાનું ચરિત્ર કહેવા અગાઉ સામાન્ય રીતે આ પ્રમાણે પ્રસ્તાવના કરીને સંસારનું કંઈક ઉપલક સ્વરૂપ સમજાવી પિતાનું ચરિત્ર કહેવું શરૂ કર્યું, જે ભવ્યજનના ઉપકાર માટે–બોધ માટે પણ થઈ શકે. * ગુરૂમહારાજનું ચરિત્ર સાંભળવાને રાજા, કુમાર આદિક સર્વે પરિવાર સાવધાન થયો. ગુરૂએ પોતાનું કથન શરૂ કર્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust