________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 289 દશ દષ્ટાંતે દૂર્લભ મનુષ્યપણું આ ચોરાસી લાખ જીવાચિનીમાં કેટલું બધું દુર્લભ છે તેનો જરા વિચાર કરો. અને મનુષ્યપણું કદાચ મહું પણ અનાર્ય થયા તો? માટે આર્યક્ષેત્ર મલવું કાંઈ સુગમ-સહેલું નથી, આર્યક્ષેત્રમાં પણ વિશુદ્ધકુળમાં જન્મ થવો એ દુર્લભ છે. તે થકી વિશુદ્ધ જાતિમાં જન્મ થવો એ દુર્લભ છે. એ બધુંય હોવા છતાં જે અલ્પાયુવાળો હોય તો? માટે દીર્ધાયુ પણ મહાભાગ્યયોગે મલે છે-દુર્લભ છે. દીર્ધાયુ થકી પણ આરોગ્યતા દુર્લભ છે. તે થકી પણ ધર્માચાર્યને સમાગમ પ્રાણીને અતિદુર્લભ છે. આચાર્યને સંગ થવા છતાંય વસ્તુતત્વ સમજવાની બુદ્ધિ મલવી દુર્લભ છે. અને તે થકી પણ તત્વશ્રદ્ધા દુર્લભ છે. તેમજ વિરતિ તો એથીય દુર્લભ છે માટે હે પ્રાણીઓ ! પ્રમાદને ત્યાગ કરી તમે ધર્મને વિષે ઉદ્યમવાળા થાઓ. ગુરૂમહારાજની દેશના સાંભળીને રાજા વગેરે બધા પ્રસન્ન થયા. ધર્મના અનુરાગી થયા. - મનહર કાંતિવાળા અને જુવાન અવસ્થાવાળા આચાર્યને જોઈ વારંવાર મનમાં અનેક વિચાર કરતો પૂર્ણ ચંદ્ર બો૯યો. “ભગવન! સામ્રાજ્ય લક્ષ્મીના ભેગને યોગ્ય અથવા તો કોઈ ધનાઢયને યોગ્ય આપના દેહની આવી અપૂર્વ કાંતિ હોવા છતાં યૌવનવયમાં આપને વ્રત ગ્રહણ કરવા યોગ્ય શી રીતે અને કયા સંજોગોમાં વૈરાગ્ય થયે; તે આપના વૈરાગ્યનું કારણ કહે.” રાજકુમારે ગુરૂમહાજના વૈરાગ્યનું કારણ પૂછયું. ' “કુમાર ! તમારા જેવા ઉત્તમ નરને તે ડગલે ને પગલે સંસારમાં વૈરાગ્યનાં કારણ જણાય છે છતાં કેમ પૂછવું પડે છે? આ જગતમાં કેટલાક વિશાળ એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust 19