________________ - ત્રીનું નામ પુષ્પવનને 280 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હતો. નવીન યૌવનરૂપી અભ્યદયવાળે છતાં વિષય વિકારિને આધિન ન બનતાં દેવ, ગુરૂ અને માતાપિતાની ભક્તિ કરનારે થયો. પટ્ટરાણી મહાદેવી પ્રિયંગુમંજરીને વિશાળ નામે બાંધવ સિંહસેન રાજા સામંત હતો. તેને જયા નામે પત્ની હતી. મહાદેવી રત્નાવલીને જીવ નવમા સ્વર્ગમાંથી વી જયાદેવીની કુક્ષિએ ઉપન્ન થયો. સ્વધામાં પુષ્પમાળા જોવાથી અનુક્રમે જન્મ થયા પછી સગાંસંબંધીની અનુમતિથી પુત્રીનું નામ રાખ્યું પુષ્પસુંદરી. ' અનુક્રમે વયમાં વૃદ્ધિ પામતી પુષ્પસુંદરી ભણું ગણી અનેક નવીન કલાઓને અભ્યાસ કરતી યૌવનને આંગણે આવી, એ મનોહર અંગોપાંગવાળી ને સુંદર રૂ૫ રાશિએ શેભતી બાળા નવીન યૌવનવયમાં અધિક સૌદર્ય તેજે શાભવા લાગી. | બાળાના વદનની સૌમ્યતા અને સૌંદર્યતાથી શરમાઈને ચંદ્ર આકાશમંડલમાં ચાલ્યા ગયે, એ વિશાળ કાંતિવાળાં અને તેજયુક્ત લેચનને જોઈ લજજીત થઈને કમળ જલમાં સંતાઈ ગયું, બાળાના શરીરના મનોહર અવયવો એનો ઘાટીલો અને સુશોભિત વર્ણ સુવર્ણની કાંતિને પણ ઝાંખી પાડી દેતો હતો. નાગની ફણિ સમાન એના અદ્દભૂત શ્યામસ્વરૂપ કેશકલાપે ભ્રમરની પંક્તિની શ્યામતાને પણ જીતી લીધી હતી. - હાથીના બચ્ચાના કુંભસ્થળ સમાન બાળાના સ્તન યુગલ એ નાજુક તનુના સૌંદર્યમાં અસાધારણ વધારે કરી રહ્યા હતા. નિતંબ કટી પ્રદેશ ભારે અને શોભાયમાન હતો એવી એ બાળાના સૌદર્યનાં અધિક તે શું વર્ણન કરીએ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust