________________ એકવીશ ભવનો સનેહસંબંધ 279 નામે રાજા હતો, એ નરપતિને પ્રિયંગુમંજરી નામે પટ્ટરાણી હતી. સુખ, સૌભાગ્ય અને ઋદ્ધિ સિદ્ધિઓ કરીને સંસારમાં અપૂર્વ સુખને ભેગવતાં આ યુગલને કયા સુખની ન્યૂનતા હતી ? નવમા દેવલોકમાં દેવતાનાં ઓગણસ સાગરોપમ સુધી અપૂર્વ સુખ ભોગવીને થાકતે પુણ્ય દેવરથ રાજાને જીવ ત્યાંથી આય ક્ષચે ઍવી પ્રિયંગુમંજરીના ઉદરમાં ઉત્પન્ન થયે, સ્વમામાં સંપૂર્ણ ચંદ્રને જોઈ જાગ્રત થયેલી રાણી નૃપ સમીપે જઈને સ્વપ્રને કહેવા લાગી. પટ્ટરાણીનું સ્વમ સાંભળી રાજા બોલ્યા, “દેવી ! તમારે ચંદ્રની તુલ્ય સૌમ્ય પ્રકૃતિવાળો પુત્ર થશે.” ગર્ભનું સારી રીતે પાલન કરતી રાણીને ઉત્તમ ગર્ભના પ્રભાવથી સારા સારા દેહદ થયા તે સર્વે રાજાએ પૂર્ણ કર્યા. અનુક્રમે શુભગ્રહના ગે રાણીએ પુત્રનો જન્મ આપો, રાજાએ પુત્ર જન્મ મહોત્સવ કરી બારમે દિવસે સ્વપ્રને અનુસરે પુત્રનું નામ રાખ્યું પૂર્ણ ચંદ્ર - પંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો પૂર્ણચંદ્ર યોગ્ય વયનો થતાં કળા અને કાવ્યને અભ્યાસ કરતાં શાસ્ત્રને પારંગામી થ. નવીન યૌવનરૂપી ભાગ્યોદયવાળે થયો. તે નવીન કળા શીખવાના વ્યસનવાળે હતો પણ જુગા૨નું વ્યસન એને વળગ્યું નહોતું, નવીન કાવ્ય બનાવી એમાંજ રમ્યા કરતો હતો પણ પરસ્ત્રીની વાર્તા કરવામાં લિજજા ધારણ કરનાર પૂર્ણ ચંદ્ર સજજનને મધુર વચનવડે સંતોષ આપી ખલપુરૂષોને શિક્ષા કરનારે થયે, - મૃગયા, મદ્ય અને માંસ વિગેરે સાત વ્યસનથી રહિત સૂર્યની સમાન મેટા પ્રતાપવાળે અને રાજનીતિને જાણ પૂર્ણ ચંદ્ર તત્વના ચિંતવનમાં પોતાનો સમય વ્યતીત કરતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust