________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 281 ના મધુર ભાષિણી એ બાળામાં સ્ત્રીને ઉચિત ગુણે સ્વાભાવિક રીતે રહેલા હતા, સરળસ્વભાવી, સ્થિર સ્વભાવી તેમજ લજાવડે નમ્રમુખી એવી તે બાળ કલામાં કુશળ હેવા છતાં વિવેકી અને વિનયવતી હતી. - પૃથ્વીમંડલ ઉપર વસંતરૂતુનાં આગમન શરૂ થયાં, એના પ્રભાવથી ઉદ્યાને નવપલ્લવિત અને ફાલ્યાં કુલ્યાં બનીને આકર્ષક બની રહ્યાં હતાં, મંજરીઓથી લચી પડેલાં સહકારનાં વૃક્ષોની શેભા અપૂર્વ હતી, માધવી આદિ લત્તાઓ પુને વિકસાવતી પિતાની મનોહર અને દિલખુશ સુવાસથી ઉદ્યાનની હવાને ઉત્તેજિત કરી રહી ' હતી. કેકિલાઓના સુમધુર ગીત વસંતના રાગમાં અપૂર્વ સાથે આપી રહ્યાં હતાં. જ એ વસંતના એક દિવસે બાળા પુષ્પાને પિતાની અનુમતિથી માતાએ સાહેલીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરવાને મોકલી. ઉદ્યાનમાં આવીને પુષ્પોની સુવાસનો અનુભવ કરતી ને પંચરંગી પુષ્પો સાથે ગેલ કરતી બાળા ઉદ્યાન-વનની શોભાને જોતી આનંદ ક્રીડા કરી રહી હતી. “સખી પુષ્પા! જે પિતાના પતિ વસંતરાજને પ્રાપ્ત કરીને આ વનરાજી કેવી કિલકિલાટ ખીલી રહી છે? પુન્નાગવડે કરીને આ નાગવલ્લી લતા શેભે છે ને એ નાગવલ્લીવડે પુન્નાગ વૃક્ષ કેવું રોભી રહ્યું છે? તેવીજ રીતે મનોહર લાવણ્યવાળી તારા જેવી બાળા પતિવડે કરીને - શાભે. 23 સખી બાળા પુષ્કાને અનેક વાણી વિનાદવડે કરીને ખુશ કરવા લાગી. એ પ્રમાણે વિનોદ કરી રહેલી સખીઓ સાથે બાળા પુષ્પા વનની શભા નિરખીને લતામંડપમાં આવી વીણાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust