________________ 276 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સાધના કરતો જનશાસનની શુભા વધારતો પ્રભાવનાના: અનેક કાર્યો કરવા લાગ્યો. - નરપતિએ અનેક જીનેશ્વર ભગવાનના પ્રાસાદ કરાવ્યા..' અનેક જીનપ્રતિમાઓ ભરાવી, સમ્યક્ત્વની શુદ્ધિને માટે અનેક રથયાત્રાના મહોત્સવ કર્યા ચતુર્વિધ સંઘની સાથે અનેક વાર તીર્થયાત્રાઓ કરી. સાધર્મિકની ભક્તિ કરીને રાજાએ અનેક દીન, દુ:ખી અને ગરીબ જનબંધુઓના ઉદ્ધાર કર્યો ને શાસનની નિંદા કરનારા, જૈન શાસનની , પ્રભાવનામાં અંતરાય કરનારા અનેકને નિવાર્યા. પોતાના રાજ્યમાંથી સાતે વ્યસનનો નાશ કરાવી નાખે, રાજ્યનું રૂડી રીતે પાલન કરતો અને ધર્મની પ્રભાવનાનાં કાર્યો કરતો રાજા પોતાનો પાછલો કાલ નિગમન કરતો હતો - મહારાણી રત્નાવલીનો ધવલ નામે કુમાર અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો ત્યારે રાજાને આ ભવ ઉપર વૈરાગ્ય : [ પેદા થયે, સંસારની અનિત્યતાનું ચિંતવન કરતો રાજા રાજ્ય ગાદીપર ધવલકુમારને સ્થાપન કરી રાજ્યભારથી મુક્ત થયો છે રાજા રાજ્યભારથી મુક્ત તો થયો છતાં વીર્યાન્તરાય : કર્મના ઉદયથી ચારિત્રને ગ્રહણ કરવાને અશક્ત હોવાથી - સંસારની ઉપાધિથી મુક્ત રહીને એકાંતે ધર્મસાધન કરવા લાગ્યું ને ચતુર્વિધ સંઘની પૂજા કરવા લાગ્યો, તેમજ પૌષધમાં અને શાસ્ત્ર અભ્યાસમાં પોતાનો સમય વ્યતીત - કરવા લાગ્યા.આવશ્યકાદિક ક્રિયામાં પ્રીતિવાળે રાજા સાધુ- " ની સમાન જીવનની મર્યાદાવાળા થઈ ગયો, એ ધર્મારાધન કરવામાં પ્રીતિવાળા રાજાનો કેટલોક સમય ચાલે ગયે , છે. તપ કરવાથી જેણે કાયાને ગાળી નાખી છે એવા.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust