SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 277 રાજાને રત્નાવલી સાથે એ રીતે ધર્મનું આરાધન કરતાં . અનુક્રમે અંત સમય આવી પહોંચે . અંત સમયે રાજાએ આરાધના કરી. ચોરાસી લાખ : છવાયોનીને ખમાવવા લાગ્યો. આ ભવનાં અને ભવાં• તરનાં પાપકર્મોની નિંદા કરતો તે સુકૃત્યની અનુમોદના - કરવા લાગ્યો. સંસારની અનિત્યતાની ભાવના ભાવતો રાજા સંસાર અને મોક્ષ, જન્મ અને મરણ, કનક અને કથીરમાં સમાન-મધ્યસ્થવૃત્તિવાળો થઈ ગયો અંતર સમયે રાજા પંચપરમેષ્ટીના સ્મરણમાં એકચિત્તવાળે થયો થકે મરણ પામીને આનત દેવલોકમાં એગણીશ સાગરોપમના આયુષ્યવાળા ઉત્તમ દેવ થયો. પટ્ટરાણી રત્નાવલી પણ રાજાની માફક શ્રાવિકા ધર્મનું શુદ્ધ ભાવથી આરાધના કરી કોલ કરીને નવમા આનતદેવલોકમાં ઓગણીશ સાગરોપમના આયુષ્યવાળે ઉત્તમ દેવ થયો. ભવાંતરના સ્નેહથી ત્યાં પણ મિત્રપણે રહેલા બન્ને દેવો દેવભવનાં અપૂર્વ સુખ ભોગવતા સુખમાં કાલ નિગમન કરવા લાગ્યા. નવમી, દશમાં, અગીયારમા અને બારમા દેવલેકે સામાન્ય રીતે ત્રણ હાથનું શરીર હોય છે અને દેવતાઓનાં આયુષ્ય ઓગણીશથી બાવીશ સાગરોપમ સુધી હોય છે. જેટલા વર્ષનું આયુષ્ય તેટલા હજાર વર્ષે તેમને આહારની ઇચ્છા થાય છે ને તેટલા પખવાડીએ તેઓ શ્વાસોશ્વાસ લે છે, મનમાં વિચાર કરવા વડે તેઓ મનોહર પુદ્ગલેને ગ્રહણ કરતા આહાર કરે છે તેથી દેવતાઓ મનભક્ષી કહેવાય છે, તેઓ શુકલેશ્યાવાળા ને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે વૈકિય શરીરને ધારણ કરનારા અને પૃથ્વીથી - ચાર અંગુલ હમેશાં ઉંચે રહે છે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy