________________ 274 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કેઈ સજજન તો કઈ દુર્જન, કે મધુર કંઠવાળા તો કઈ કર્કશ કંઠવાલા, કેઈ કીત્તિને વરેલા તો કઈ અપયશના ભાગી, કેઈ બ્રાહ્મણ તો કોઈ ક્ષત્રીય, મુંગા, અંધા, બહેરા, પંગુ, કાણા, કોઢીયા એ બધે સંસારમાં કર્મ રાજાનો જ માત્ર પ્રભાવ છે. - આ પારાવાર રહિત સંસારમાં શાસ્ત્રના કુબેધમાં મેહ પામેલા જીવો ચારે ગતિમાં ભમ્યા કરે છે. પાખંડી અને ધૂર્ત પુરૂષ તેમને મિથ્યા શાસ્ત્ર વચનમાં મુંઝવીને દુર્યોનિરૂપી કુંડમાં પાડી નાખે છે. આવા સંસારરૂપી ગહન અરણ્યમાં મોક્ષનો માર્ગ બતાવનારા જ્ઞાની તો મોટા ભાગ્ય ગેજ મળે છે. માટે ધર્મરૂપી ભાતુ પેદા કરવા માટે આત્માએ નિરંતર ઉદ્યમ કરવો જોઈએ. જીનેશ્વરની દેશના રૂપી અમૃતની ધારાથી સિંચાયેલ રત્નશિખ નૃપતિ બોલ્યો, “હે ભગવાન ! ભવાંતરમાં મેં એવું શું સુકૃત કરેલું છે કે આ ભવમાં મને સુખ ઉપર સુખ પ્રાપ્ત થાય છે ? * રત્નશિખની વાણી સાંભળીને જીનેશ્વર બોલ્યા. પરભવમાં તું પામરના ભવમાં નિરંતર ગુરૂએ આપેલા પંચપરમેષ્ટી નમસ્કારનું સ્મરણ કરતો હતો, એ પંચપરમેષ્ઠી નમસ્કારના સ્મરણના પ્રભાવે આ ભવમાં તું જગતને આશ્ચર્યકારી મહાસુખને પ્રાપ્ત થયો છે–વિદ્યાધર થયો છે. : - હે ભાગ્યવાન ! નવકારના જાપથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વથી વિરતિ આવે છે. વિરતિ થકી મેક્ષ પ્રાપ્ત થાય છે અને મોક્ષથકી અક્ષયસુખ મલે છે. સંસારને, જે ઉત્કૃષ્ટ સુખ છે એ તે નમસ્કાર જાપનું તારે અલ્પ ફલે સમજવું, કિંતુ મોક્ષપ્રાપ્તિ એ જ એનું સંપૂર્ણ ફલ છે : - , પોતાને ભવ સાંભળી પ્રકૃદિત થયેલા રાજા રત્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust