________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 273 બધુ અદશ્ય થઈ ગયું, રાજ્યમાં ગુન્હાઓનું પ્રમાણ નામશેષ થઈ ગયું. - સાતે ક્ષેત્રમાં એણે ધનનો વ્યય કરવા માંડયો. પ્રતિમાઓ ભરાવી અંજનશલાકાવડે પ્રભાવિક બનાવી જીનમંદિરમાં પ્રતિષ્ઠા કરાવા લાગ્યા. સ્નાત્રવિધિમાં, જીનપૂજન, અર્ચન તેમજ યાત્રાવિધિમાં ખુબ ધનનો વ્યય કરવા લાગ્યો, સંઘની પૂજ, શાસ્ત્ર લખાવવામાં ધનને સદઉપયોગ કરી શાસનની પ્રભાવના કરવા લાગ્યો. રત્નશિખ રાજાએ અનેક લાખ વર્ષ પ્રમાણ વિશાળ સામ્રાજ્ય સુખ ભોગવ્યું, દેવતાની માફક સુખ અને ભેગેની રસિકતાઓમાં એને જતા એવા કાલની પણ ખબર પડતી નહિ, એ ભાગ્યશાળીના રૂડા ભાગ્યયોગે સાકેતપુર નગરના ઉદ્યાનને વિષે શ્રીસુયશ નામા તીર્થંકર ભગવાન સમવસર્યા જાણી મોટા આડંબરથી ત્યાં જઈને જીનેશ્વર ભગવાનને નમ્પ, સ્તુતિ કરી ઉચિત સ્થાનકે બેસી જીનેશ્વરની પાપ નાશ કરનારી દેશના સાંભળવા લાગ્યો - હે ભવ્ય ! આ સંસારરૂપ વનમાં સર્વે જે કર્મને આધીન રહેલા છે પોતપોતાના કર્મને અનુસાર તેઓ ઉંચ નીચ ગતિમાં ચાલ્યા જાય છે. કેઈ નરકમાં જાય છે તો. કોઈ પુણ્યરૂપી ભાત એકઠું કરી દેવલોકે જાય છે કોઈ મનુષ્ય થાય છે તો માયા ક૫ટમાં રાચેલા કોઈ તિર્યચ. ગતિમાં ચાલ્યા જાય છે, મનુષ્ય ભવમાં પણ જીવોને કર્મ પોતાનો અપૂર્વ પ્રભાવ બતાવે છે કોઈ રાજા તો કોઈ રંક કઈ પંડિત તો કઈ મૂર્ખ, કેઈ શ્રીમંત તો કઈ ગરીબ, કોઈ સૌભાગ્યવાળા તો કઈ દુર્ભાગી, કોઈ દાતાર તો કઈ કપણ, કોઈ સુખી તો કેાઈ દુ:ખી, કોઈ પૂજનિક બને છે તો કોઈ અપમાન પામે છે; કોઈ રૂપવાન તો કોઈ કદરૂપી ને કોઈ છેખી, કોઈ અપમાન 16. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust