SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ - 264 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુમિત્રે રાજાને પુણ્યને મહિમા સમજાવતાં પિલા અન્ય નગરને ફરીને વસાવવાની વાત પણ કરી દીધી. કેટલોક કાલ સુખમાં વ્યતીત કર્યા પછી રાજા સુમિત્રને લઇને તે શૂન્ય નગર મહાપુર તરફ ગયે, એ શૂન્ય નગર મહાપુરને ફરી વસાવી એક માણસને તેના કારભાર માટે પસંદ કરી પોતાની આણ પ્રવર્તાવી. રાજા વીરાંગદ સુમિત્ર સાથે મહાશાલપુર નગરે આવ્યા. બન્ને ભેગસુખરૂપી સમુદ્રમાં મગ્ન થયેલા પોતાનો કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યા. “રત્નશિખ રાજાની સભામાં એક કથાકારે આ પ્રમાણે પિતાની વાર્તા પૂરી કરી. ખુશી થયેલા રાજાએ ભેટ આપીને એનેય ખુશી કર્યો. રત્નશિખ વીરાંગદ અને સુમિત્રની કથા સાંભળી આશ્ચર્ય પામેલો રત્નશિખ રાજા તેમના ભારે પુણ્યની પ્રશંસા કરતો મનમાં વિચાર કરવા લાગ્યો. “હું પણ પરદેશમાં જઈને મારું ભાગ્ય અજમાઉં તો ! વીરાંગદની માફક મારું પણ પુણ્ય કેટલું છે તેની પરીક્ષા તો કરી જે.. એક દિવસે રાજા રત્નશિખે પિતાનો એ પરદેશ ગમનને અભિપ્રાય પૂર્ણભક મંત્રીને નિવેદિત કર્યો, પુણ્યના ફલરૂપે મળેલું કે, રાજ્ય છોડી વિદેશ ગમન ઈચ્છનાર રાજાની વાત સાંભળીને નવાઈ પામેલે મંત્રી બાલ્યા. દેવ! આપની ઈચ્છાની આડે કોણ આવી શકે તેમ છે, છતાં પણ હું આપને કંઇક વિનંતિ કરવા ઈચ્છું છું.” મંત્રીએ આડકતરી રીતે વિદેશગમનની મુશ્કેલીઓ સૂચવવી શરૂ કરી. “વિદેશ દુ:ખે કરીને ગમન કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy