________________ એકવીશ ભવને નેહસંબંધ 265 ચોગ્ય છે. ડગલેને પગલે વિધ્રોનો એમાં પાર નથી. પળ મેળવીને શત્રુઓ એવી તક જવા દેતા નથી. આપ સુકમલ, કાયાવાળા છો તેથી ભાગ્યથી પ્રાપ્ત થયેલું આ રાજ્ય હે સ્વામી! આપ ભગવો, પૂર્વ પુણ્યના સાક્ષાત ફલ સમાન આ મેટું રાજ્ય આપને મલવા છતાં આપ એથી વિશેષ કયા ફલને ઈચછા છે વાર ? મંત્રીએ સારી રીતે સમજાવવા છતાં રાજાએ પોતાનો નિશ્ચય છોડયો નહિ. નિશા સમયે ને રાત્રીના ચતુર્થ પ્રહરે હાથમાં માત્ર એક ખગને ધારણ કરીને ગુપચુપ રાજા નગર બહાર નિકળી ગયો. સારા શકુનથી પ્રોત્સાહિત થયેલો રત્નશિખ ઉત્તર દિશા તરફ ચાલ્યો મનોરથરૂ૫ રથમાં આરૂઢ થઇને પુણ્યરૂપી સૈન્યથી પરવરેલા અને સંતોષરૂપ મંત્રીએ યુકત રત્નશિખ અનેક ગ્રામ, નગર, પર્વત, નદી, નાળાં, વગેરેને જોતો, નવીન કૌતુકને નિહાળતો મુનિની માફક ક્ષમાને ધારણ કરતો, ભૂખ અને તૃષાને સહન કરતો, પૃથ્વી ઉપર શયન કરી સુખદુ:ખમાં સમાન વૃત્તિને ધારણ કરતો હતો. દેશદેશની હવાને નિહાળતો રત્નશિખ અનુક્રમે ભયંકર અટવીમાં આવ્યો - એ ભયંકર અટવીમાં તે હિંમતપૂર્વક કેઈને પણ ભય રાખ્યા સિવાય આગળ વધે તે એક ભયંકર અને વિકરાળ, વિચિત્ર ગજરાજ એણે જોયો, એ વિકરાળ ને મદોન્મત્ત હસ્તી નિરંકુશપણે વનની હવા ભગવતો હતો. તે દરમિયાન તેની નજર સામે આવી રહેલા આ નર પર પડી. . પિતાની સામે આવતા આ નરને જોઈ ધુંવાપુવાં થયેલ ને બીજાની હાજરીને નહિ સહન કરનારે ગજરાજ ફોધથી ધમધમતો એ પુરૂષને હણવાને તેની તરફ ધસ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust