SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહ સંબંધ 261 પ્રાત:કાળે કુષ્ટિનીએ પોતાની પુત્રીને બદલે હાથિણી જોવાથી છાતી કુટતી માથાં પછાડવા લાગી, એના પિકારથી આડોશી પાડોશી ભેગાં થઈ ગયાં. એમના પૂછવાથી અકા બોલી. “આ દુષ્ટ રાક્ષસીરૂપ કરભી મારી પુત્રીને ખાઈ ગઈ, હું શું કરૂ? ક્યાં જાઉ?” અરે! તારી પુત્રી સાથે હાલમાં કોણ રહેતું હતું? એક જણે પૂછયું. “કેઈક પરદેશી, જેનું નામ, ઠામ હું કાંઈ જાણતી નથી.” અક્કા બોલી. - કુટિનના જવાબમાં લોકે બોલ્યા. “નક્કી તારી પુત્રીના કંઇક અપરાધથી એ પરદેશીએ જ તેણુને કરભી કરેલી જણાય છે તો ઝટ રાજસભામાં પોકાર પાડ, નહિતર એ પરદેશી નાસી જશે.” - લોકેની સલાહથી કદિનીએ વીરાંગદ રાજાની સભામાં ફરિયાદ કરી પોતાની હકીકત કહી સંભળાવી. કુદિનીની આ રસભરી કથા સાંભળી રાજા સહિત રાજસભા હાસ્ય ચતિ બની. રાજા વિચારમાં પડે. “આવી શક્તિ ધરાવનાર પુરૂષ કોણ હશે! રખેને મારો મિત્ર તો ન હોય! - રાજાએ રાજપુરૂષોને હુકમ કર્યો, “આ અક્કા ડોશીની સાથે આપણે નગરમાં એ પુરૂષની તપાસ કરો. આ ડોશી જે પુરૂષને બતાવે તેને આદરમાન સહિત રાજસભામાં હાજર કરો.” - રાજાની આજ્ઞાથી રાજપુરૂષ નગરમાં ભમતા ભમતા જ્યાં સુમિત્ર રહેતો હતો ત્યાં આવી પહોંચ્યા. કુટ્ટિનીના બતાવવાથી એ પુરૂષને સમજાવીને રાજપુરૂષોએ રાજસભામાં તેડી લાવી રાજાની સમક્ષ રજુ કર્યો, * રાજપુરૂષો સાથે દૂરથી આવતા સુમિત્રને ઓળખીને રાજા એકદમ સિંહાસનથી ઉઠીને એ પુરૂષને ભેટી પડયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy