________________ 260 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પણ એ પિતાની માયા છોડતી નથી. પોતાના પાપને. છુપાવી ફરીને પણ મને કઈ આશાએ ઠગવા આવી હશે? પણ માયાથી ગ્રહણ કરેલું મારૂં ચિંતામણિ હું પણ માયાવડે કરીને ગ્રહણ કરૂં તો જ ખરો. એ તો “શ પ્રતિ હશે ." મનમાં વિચાર કરી સુમિત્ર મધુર ભાષાએ બેલ્યો. અરે ! તમે મને મળ્યાં તે સારું થયું. હજી તો ગઈકાલે જ હું આ નગરમાં આવેલો છું, પણ કાર્યની વ્યગ્રતાથી તમને. મળવા અવાયું નથી તો માફ કરજે. દૂર દેશથી હું પુષ્કળ ધન કમાઈ લાવેલો તેની વ્યવસ્થા કરીને બનતા લગી સાંજના આવીશ, અરે દૂર હોવા છતાં એક પણ દિવસ તમને હું ભૂલ નથી, દિવસે શુ કે રાત્રે શું ખાતાં કે પીતાં પણ તમારું સ્મરણ હૈયામાંથી દૂર થતું હોય તો મને તમારા સમ છે 9. >> સુમિત્રની મધુર વાણી સાંભળીને તે અકાએ વિચાર્યું ““આ મારા પાપને જાણતો નથી તેથી ભલે એ આવે, એનું ધન વાતવાતમાં ન પડાવું તો મારું નામ અક્કા નહિ, પણ પેલું રત્ન તો હું એને આપીશજ નહિ.” એમ વિચારતી સુમિત્રને આમંત્રણ આપી તે કુદિની ચાલી ગઈ રતિસેનાને પણ એ હર્ષના સમાચારથી ખુશી કરી. સાયંકાળે સુમિત્ર તૈયાર થઈને પેલી શ્વેતાંજનની ડબી ગ્રહણ કરીને રતિસેનાના મકાન તરફ ચાલ્યોરતિસેના પાસે આવીને આડી અવળી વાતોથી તેણીને ખુશ કરી, જે પ્રિયા ! તને કાંઈક આશ્ચર્ય બતાવું !" " એ આશ્ચર્ય જેવાને આતુર થયેલી રતિસેનાની આંખમાં પેલું વેતાંજનનું અંજન કરી કરભી (હાથણી) બનાવીને પોતાને મકાને ચાલ્યો ગયો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust