________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 259 કુટ્ટિનીનાં વચન સાંભળીને સુમિત્રમાં એક નિષ્ઠા-વાળી રતિસેના બેલી. “અનેક નદીઓના સંગમે કરીને પણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, અગ્નિ જેમ જેમ કાષ્ટને ગ્રહણ કરે છે તેમ તેમ તેની ભૂખ વૃદ્ધિ પામે છે. તેમ છે પાપિણી! મારા સ્વામીએ તને ધનથી માલમાલ કરવા છતાંય તારું પેટ ભરાયું નહિ, પણ યાદ રાખજે અગ્નિ મારા શરીરને ભલે સ્પર્શ કરે કિંતુ સુમિત્રને છોડીને બીજો સુંદરમાં સુંદર ગણાતે નર પણ મારા શરીરને નહિ સ્પશી શકે ! રતિસેનાને અનેક રીતે સમજાવવા છતાં એનો નિશ્ચય અડગ જાણીને કુદિનીએ આખરે નમતું મૂકીને સુમિત્રને રોધી કાઢવાનું કબુલ કરી પારણું કરાવ્યું. ત્યારથી અકા નગરના ચારે ખુણે શેાધ કરતી ભમવા લાગી. પણ સુમિત્રની ભાળ કાંઈ મળી શકી નહિ. કેટલેક સમય પસાર થઈ ગયો ત્યારે એક દિવસે કુટ્ટિની બજારમાંથી જતી હતી તે સમીપે રથની અંદર વસ્ત્રાલંકારથી સુસજજ બેઠેલા સુમિત્રને જોઈ તેની પાસે દોડી આવી, “હે સુંદર! હે મહાભાગ! તું આમ એકાકી અમને કહ્યા વગર જતો રહ્યો તે સારું કર્યું નહિ, મારી નિર્દોષ પુત્રી તારા વિરહથી દુ:ખનો અનુભવ કરતી મરવા પડેલી છે તો તું ત્યાં આવીને મારી પુત્રીને જીવિતદાન આપ, અરે ! એવું કોઈ સ્થાન નથી કે જ્યાં અમે તારી શેધ ન કરી હોય. છતાં બહારથી મનોહર પણ અંદરથી કઠોર. હૃદયવાળા તે અમને નિર્દોષને તજી દીધાં એ કાંઈ સારું કર્યું કહેવાય નહિ.” માયા કપટ ભરેલા કુટિનીનાં વચન સાંભળી એના હાવભાવ જોઈ મિત્ર વિચારમાં પડયો, “અહો ! હજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust