________________ એકવીશ ભવન નેહસંબંધ 255 સમીપે આવીને બોલ્યો, “હે ભ! ગંગાદેવીએ પ્રસન્ન થઈને તમારા બન્નેને વર થવાનું મને વરદાન આપ્યું છે. તો દેવ જેવા મારી યાચનાને ભંગ તમારે ન કરે, હું ઉઘાડીને પરિવ્રાજકે પેટીમાં પોતાને હાથ નાંખ્યો તેટલામાં તો ચપળ સ્વભાવવાળી અને પેટીમાં પુરાઈ રહેવાથી ક્રોધાયમાન થયેલી, તેમજ ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલી એ વાનરીઓએ એને વલુરી નાખ્યો, વાનરીઓના ત્રાસથી બૂમેબૂમ પાડતો પરિવ્રાજક આ દુષ્ટ વાનરીઓએ મને ફાડી ખાધો-મારી નાખે.” એ પ્રમાણે વિલાપ કરતો તે મૂચ્છિત થઈને ભૂમિ પર પડી ગયો તેની બૂમ સાંભળવા છતાં તેના શિષ્યોમાંથી કઈ તેની પાસે આવ્યું નહિ, - એ ભૂમિ પર પડેલા પરિવ્રાજકના શરીરને ચુંથતી તેના હાડ માંસનું ભક્ષણ કરતી ને રૂધીરનું પાન કરતી વાનરીઓથી રાત્રીના ચારે પ્રહર વિદીર્ણ થતાં પરિવાજક મરણ પામીને અજ્ઞાન તપથી અજ્ઞાનથી ભરેલો રાક્ષસ થયો. વાનરીઓ પણ ત્યાંથી લાગ મલતાં નાશી ગઈ, પ્રાત:કાળે શિષ્ય ગુરૂને મરણ પામેલા જાણી તેમની ઉત્તર ક્રિયા કરતા શેક કરવા લાગ્યા, રાક્ષસ થયેલા પરિવ્રાજકે વિર્ભાગજ્ઞાનથી સુભૂમ રાજાને આ બધો વ્યતિકર જાણું તરતજ સુલૂમ રાજાને મારી નાખ્યો, એના જુલમથી નગરના લેક નાશી ગયા, પણું પરભવના પ્રેમથી અમે બન્નેને તે મીઠી નજરે જોતો. તે જ્યારે બહાર જાય છે ત્યારે વેત અંજનથી કરભીરૂપે બનાવે છે અને આવે છે ત્યારે કૃષ્ણજનથી સ્ત્રીરૂપે પ્રગટ કરે છે. . . : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust,