________________ 244 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કન્યા, ગાય, શંખ, ભેરી, દહી, ફલ, ફુલ, પ્રજ્વલતો અગ્નિ, અશ્વ, રાજા, હાથી, જલ ભરેલો ઘડે, દવા, શસ્ત્રધારી પુરૂષ, રાંધેલું-પકાવેલુ અન્ન, વૈશ્યા, સૌભાગ્યવતી સ્ત્રી આદિક જે સામા મળે તો પરદેશ ગમન કરનાર વ્યક્તિનું મંગલ થાય છે. શુભ શુકને નિકળેલા વીરાંગદ અને તેને મિત્ર પર દેશ ગમન કરતાં અનુક્રમે ઘણી પૃથ્વી ઉલ્લંઘન કરી ગયા. શુભ શકુને નિકળેલા હોવાથી તેમના મનમાં જે કે ઉત્સાહ હતો છતાં પરિશ્રમથી કંટાળેલા હોવાથી ભયંકર અટવીમાં એક મોટા ઘટાદાર વૃક્ષની છાયામાં આરામ લેવાને બન્ને જણ બેઠા. રાત્રી પણ ત્યાં જ પસાર કરવાને તેમણે વિચાર કર્યો, કરી નિશા સમયે રાજકુમાર વીરાંગદ પરિશ્રમથી કંટાળ નિદ્રાવશ થયો ને પ્રધાન પુત્ર સુમિત્ર તેની રક્ષા કરતો જાગ્રત રહ્યો. - એ ઘટાદાર વડલાના વૃક્ષમાં નિવાસ કરીને રહેલ ભાસુરપ્રભ નામનો યક્ષ (દેવ) આ બન્ને મુસાફરનાં સ્વરૂપ અને સૌભાગ્યથી આકર્ષાઈ પ્રસન્ન થયો. અવધિજ્ઞાનથી. તેમનું વૃત્તાંત જાણીને સુમિત્ર આગળ પ્રગટ થઈને બે“હે વત્સ! તમે બન્ને મારા મેટા અતિથિ છે, તો કહે. કે તમારા બન્નેનું હું શું આતિથ્ય કરું? - પ્રસન્ન થયેલા દેવતાને પ્રત્યક્ષ-પિતાની સમક્ષ પ્રગટ થયેલ જોઈ ખુશી થતા સુમિત્ર છે . દેવ ! દુ:ખે કરીને થઈ શકે એવું તમારું દર્શન મને થયુ તેથી હું માનું છું કે મારા સર્વે મને સફલ થયા, કારણકે મોટી. ભાગ્યથીજ કોઈ વિરલાને દેવદર્શન થાય છે.” સજન પુરૂષોમાં યાચના સિવાય સવે ગુણ હોય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust