________________ એકવીશ ભવને સનેહસંબંધ 243 પડયો. તેની પાછળ પકડવાને છુટેલા રાજપુરૂષ કુમાર પાસે આવીને બેલ્યા, “રાજકુમાર ! એને છોડી દ્યો, આ દુષ્ટ ચેરે સુદત્ત શ્રેષ્ઠીના મકાનમાં ખાતર પાડીને ખુબ ધન ચાર્યું છે ને હવે રાજાએ એને શુળી ચડાવવાને હુકમ કર્યો છે તેમાંથી છટકી જવાને તે અમારા હાથમાંથી નાશી તમારે શરણે આવેલો છે, માટે અમને સ્વાધિન કરે અને મહારાજની આજ્ઞાને અમલ કરવા દ્યો.” રાજપુરૂષેની વાણું સાંભળી વીરાંગદ બેલ્યો “જે કે આ ચાર છે તેને આશરે આપી રાજાજ્ઞાને ભંગ કરે વ્યાજબી નથી છતાં આ મારે શરણે આવેલો હેવાથી એને હવે તમારાથી હણી શકાશે નહિ. પિતાને કહે કે એને છોડી મૂકે.” . રાજપુરૂષોએ રાજકુમારનો નિશ્ચય જાણીને રાજા આગળ જઈ એ વાત નિવેદિત કરી. આજ્ઞા ભંગ થવાથી ગુસ્સે થયેલા રાજાએ રાજકુમારને દેશનિકાલ કર્યો. કુમાર પિતાના મિત્રની સાથે ખુશી થયો છતો પરદેશ ચાલ્યો ગયો. વિદેશ જતાં માર્ગમાં રાજકુમારને પુણ્યદયને સચવનારા અનેક સારા શુકન થયા, બે મિત્રો. श्रमणस्तुरगो राजा, मयुरः कुंजरो वृषः।। प्रस्थाने वा प्रवेशे वा, सर्वसिद्धिप्रदायकः // 1 // ભાવાર્થ-સાધુ, અશ્વ, રાજા, મયુર, હાથી અને બળદ પરદેશ ગમન કરનાર મુસાફરને નગરમાંથી નિકળતાં કે અન્ય નગરમાં પ્રવેશ કરતાં જે સામા મળે તો શુકન લેનારના મનવાંછિત સફળ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust