________________ 242 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર માનથી તે સંતેષ પમાડતો હતો. એક દિવસે કોઈ કથાકારે રાજસભામાં રાજાની આગળ વીરાંગદ અને સુમિત્રનું કથાનક શરૂ કર્યું. . |વિજયપુર નગરના રાજા સુરાંગદને ગુણવાન અને ભાગ્યશાળી વીરાંગદ નામે પુત્ર હતો. પ્રધાનપુત્ર સુમિત્ર સાથે એને ગાઢ મિત્રતા થઈ. એકદા ઉદ્યાનમાં ક્રીડા કરતાં રાજકુમારે સુમિત્રને કહ્યું. “મિત્ર! પુણ્યની પરીક્ષા કરવા માટે આપણે દેશાંતર જઈએ. અનેક કૌતુકથી ભરેલી પૃથ્વીને જોઈએ. સજ્જન અને દુર્જનની પણ પરીક્ષા કરીયે. કારણ કે ધન, કીર્તિ, યશ, વિદ્યા, વિજ્ઞાન અને પુરૂષાર્થ એ બધું પ્રાય: કરીને પરદેશમાં જ પુરૂષને પ્રાપ્ત થાય છે. 1 રાજકુમાર વીરાંગદની વાત સાંભળી સુમિત્ર છે, મિત્ર! તમે કહ્યું તે બરાબર છે. પરન્તુ આપણે પરદેશ જઈએ ને એક શહેર કે એક રાજાની મુલાકાત લઈ પાછા આવીયે એમાં ચતુરાઈ શી ? પણ અનેક નગર અને શહેરો જોઇયે, સેંકડો વિજ્ઞાનવિદ્યાને અભ્યાસ કરીયે, ઘણા રાજાઓની સેવા કરીયે, પરદેશમાં અનેક સ્થાનકેને ફરીને આપણે અનુભવ કરીયે, - તારી વાત તે ઠીક છે પણ માતા પિતાને ત્યાગ કરી આપણે શી રીતે જઈ શકીયે? જે છાનામાના-ગુપચુપ જતા રહીયે તો એમને ઘણું દુખ થાય અને રજા લઈને જઈએ તે જવા ન દે રાજપુત્રે પરદેશ જવા માટેની મુકેલી રજુ કરી. : “ત્યારે આપણે એને કંઈક ઉપાય કરીયે સુમિત્રે કહ્યું તે પછી કેટલાક દિવસ પસાર થયા ને એક દિવસે ઉદ્યાનમાં અને મિત્રો આનંદ ગોષ્ઠિ કરતા હતા તે દરમિયાન શરણ) શરણ પોકારતો કોઈક પુરૂષ રાજકુમારના ચરણને વળગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust