________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 245 છે, સજન પુરૂષો અન્ય દુ:ખી જીવોનો ઉદ્ધાર કરે છે પણ પિતે કોઈની પણ પ્રાર્થના કરતા નથી. છતાંય દેવદર્શન અમોઘ હોય છે, વૃથા જતું નથી. આ બે મણિરત્ન તને આપું છું. આ નીલમણિ ત્રણ ઉપવાસને અંતે રાજ્યને આપે છે, ત્યારે આ રક્તમણિ 34 ફ્રી મંત્રથી જાપ કરવાવડે મનોવાંચ્છિત પૂરે છે. પહેલો રાજકુમારને યોગ્ય છે ત્યારે બીજો તારે ગ્ય છે. દેવતાની વાણી સાંભળી દેવે આપેલા બે મણિને ગ્રહણ કરતો સુમિત્ર ખુશી થતો ચિંતવવા લાગ્યો, “પૂર્વોપાર્જીત પુણ્ય મનુષ્યને જાગ્રત થયું છતુ વનમાં કે ગમે ત્યાં સહાય કરે છે છડીદારની માફક તે માણસની આગવી ને આગળજ ચાલે છે. આ કુમારને ધન્ય છે કે જેને ઉપકાર કરવા માટે દેવતાઓ પણ પ્રગટ થાય છે. તેણે દેવતાની પણ સ્તુતિ કરી. અને રત્ન આપીને યક્ષ અદશ્ય થઈ ગયો, રાજકુમાર પણ યથા સમયે જાગ્રત થયો. પ્રાત:કાળે તેઓ બને ત્યાંથી આગળ ચાલ્યા. ને ત્રણ દિવસ સુધી સુમિત્રે રાજકુમારને ફલ વગેરેને નિષેધ કરીને અપવાસ કરાવ્યા અને કંઈ ખાવા દીધું નહિ. ત્રણ ઉપવાસ પછી સુમિત્ર અને રાજકુમાર મહાસલપુર નગરના ઉદ્યાનમાં આવ્યા, ત્યાં પેલું નીલરત્ન બતાવીને રાજકુમારને કહ્યું, “હે મિત્ર! આ રત્નની તમે પૂજા કરે, કે જેના પ્રભાવથી તમે મહારાજા થશે.” - રત્નને જઈ વિસ્મિત થયેલો રાજકુમાર બોલ્યો, હે મિત્ર! તને આ કયાંથી પ્રાપ્ત થયું ? . “કુમાર ! તમારા ભાગ્યથી મને એ પ્રાપ્ત થયેલ છે. એને ઇતિહાસ તમને રાજ્ય મેલ્યા પછી કહીશ.” પ્રધાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust