________________ = એકવીશ ભવને સ્નેહસંબંધ 237 રાજાનો પુત્ર દેવરથકુમાર તે આ પોતેજ ! કેઈપણ હેતુથી મને તેના પદ ઉપર સ્થાપન કરી રૂપ પરાવર્તન કરીને તે સામાન્ય વીણાધારી બનેલા છે.” કુમારના મિત્રનો ખુલાસે સાંભળી રાજા ખુશી થયે છતો બોલો. “હે નરોત્તમ ! તારા આવા અપૂર્વ પરાક્રમથી જ તારું પોતાનું કૂલ જણાઈ આવે છે. તારા શૌર્યથી અમારૂ અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામી ગયું, તારા જેવા નરને. વીરેથી આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે.” - રાજાની આજ્ઞાથી સ્વયંવરને વિધિ પૂર્ણ થયો. માંગલિક વાદિત્ર વિવિધ આલાપ સંલાપ પૂર્વક વાગવા લાગ્યાં. રાજકુમારે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરી નાગપાશથી બંધાયેલ સર્વે કુમારોને મુક્ત કર્યા. રાજકુમારે પણ દેવરથનું સ્વરૂપ જાણીને કુમારને ખમાવી, હર્ષત. થયેલા પોતાના નગરમાં ગયા, રાજએ મોટી ધામધૂમ પૂર્વક કુમારના પરાક્રમથી રંત થયેલી રત્નાવલીનાં લગ્ન કુમારની સાથે કરી દીધાં. સ્વયંવરનું એકંદરે પરિણામ સારું આવેલું હોવાથી રાજાના આનંદનો પાર રહ્યો નહિ. લોકો પણ પોતપોતાની મતિ અનુસાર કે રાજકુમારની પ્રશંસા કરતા તો કઈ રાજબાળાની કરતા. . જ એક સામાન્ય વીણધારીને વરેલી રાજબાળા પણ ભેદ ખુલી જતાં મોટા રાજવંશી, પરાક્રમી અને પ્રતાપી નરના કંઠમાં વરમાળ પડેલી જાણ એના આનંદની તે વાત જ શી ? ભવાંતરનું તપોબળ શું કામ કરે છે? ભાગ્ય જ્યારે સંપૂર્ણપણે અનુકૂળ હોય છે ત્યારે ખોટામાંથી પણ સારું થાય છે તો પછી સામાન્ય વીણાધારીમાંથી મોટે જવંશી પ્રતાપી નર અને એમાં તે નવાઈ શી? Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.