________________ 238 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કેટલાક દિવસ સુધી શ્વસુરના આગ્રહથી દેવરથમાર ત્યાં રહ્યો, પછી શ્વસુરની રજા લઇ પિતાની પ્રિયા સાથે પોતાની માતૃભૂમિ તરફ જવાની તૈયારી કરી. માતાપિતાએ વળાવેલી તે કન્યા પિતાએ આપેલો અપૂર્વ દાયજે ગ્રહણ કરી પતિની સાથે સાસરે ચાલી. પિતાનું મકાન છોડવાથી ઉદાસ અને અશ્રુ પાડતી બાળાને માર્ગમાં અનેક પ્રકારે એના મનને દેવરથકુમાર મધુર વચનથી રીઝવવાનો પ્રયત્ન કરતો હતો. “પ્રિયે ! 'જે! જે ! આ હરિણુ પોતાના બાળકને ગ્રહણ કરીને વેગથી ધસી આવતા વાઘ તરફ રોષથી કેવું ઘસી રહ્યું છે? - જંગલનાં આ વાંદરાં આપણને જોઈને કેવાં નાસભાગ કરી રહ્યાં છે ? પંચપરમેષ્ઠી સ્મરણનું ફળ. દેવરથકુમાર પરિવાર સહિત પિતાને નગર આવી પહોંચ્યો. રાજાએ પ્રવેશ મહોત્સવ કરેલો છે એ દેવરથ મોટા આડંબરપૂર્વક નગરમાં આવી પિતાને નમ્યા. રાજકુમારના મિત્રના મુખેથી કુમારની પરાક્રમ ગાથા સાંભળીને રાજા રોમાંચ અનુભવતો ખુબ ખુશી થયા, આકાશ સાથે વાતો કરતા એવા પ્રાસાદમાં નિવાસસ્થાને આપી રાજાએ રાજકુમારના સુખની સવે સામગ્રી તેમાં ભરી દીધી. રત્નાવલી સાથે સુખ ભોગવતો કુમાર ત્યાં દેવતાની માફક પોતાની યુવાની સફલ કરવા લાગ્યો. એકદા ધર્મવસ નામે આચાર્ય અયોધ્યાના ઉદ્યાનમાં પધાર્યા. મેઘના આગમનથી મયુરની જેમ ગુરૂઆગમનથી હર્ષ પામેલો રાજા પરિવાર સહિત ગુરૂને વાંદવાને આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust