________________ એકવીશ ભવને નેહસંબંધ 231 “બરાબર એમ છે. વિદ્યાધર તે પદ સાંભળીને પોતાની વિદ્યા સંપૂર્ણ સિદ્ધ કરતો બોલ્યો. રાજકુમારને પણ એ વિદ્યા સિદ્ધ થઈ ગઈ “હે મિત્ર! તમારા જેવા ગુણવંત પુરૂષ કવચિતજ હોય છે. મારા સારા ભાગ્યે મને તમારું દર્શન થયું ને મારૂં કાર્ય સિદ્ધ થયું, પણ મારે હવે મારા શત્રુની ખબર લેવા જવું જોઈએ. તેથી મને કે તમને કાલક્ષેપ પાલવે તેમ નથી, છતાં તમારો ઉપકાર મારી ઉપર અપાર છે તેના બદલામાં મારી પાસેથી આ વૈક્રિય વિદ્યાને ગ્રહણ કરે છે પાઠ કરવાથી જ સિદ્ધ થશે. ચંદ્રગતિ વિદ્યાધર રાજકુમારને વિદ્યા આપીને મધુર વચનથી ઉપકાર માનતો ચાલ્યો ગયો. રાજકુમાર પણ બન્ને વિદ્યાએથી શેભત ને અતિ બળવાન થયેલો આગળ ચાલ્યો તે સુપ્રતિષ્ઠપુર નગરે આવી પહોંચે, ચંદ્રગતિ વિદ્યાધર ઉપર ઉપકાર કરવાથી એના મનમાં હષ હતો. પરોપકારીઓને સ્વભાવજ એ હોય છે કે જેઓ પારકા ઉપર ઉપકાર કરીને રાજી થાય છે. રાજકુમારને તો ઉપકાર કરવા જતાં બે મહા વિદ્યાને લાભ થયો. એ બધાંય પૂર્વના સુકૃતનાં ફળ સ્વયંવર, રવિતેજ રાજાએ સ્વયંવરને સુશોભિત બનાવવા માટે અથાગ પરિશ્રમ લીધો હતો. એના બુદ્ધિસાગર મંત્રી એ એ વિશાળ મંડપમાં રાજકુમારોના આસન પણ એવી ખુબીથી ગોઠવેલાં કે કેઈને એમાં પોતાનું અપમાન Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.