SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ એની પાસે આકંદ કરી રહી હતી તે મને જોઈને બોલી, હે ઉત્તમ! અહીં આવ ! અહીં આવ ! આ ગંધર્વ રાજકન્યા આશીવિષ સર્ષના વિષથી મૂચ્છિત થઈ ગઈ છે તેને શિઘતાથી જીવિતદાન આપીને સજજ કર, એ સખીઓનાં વચન સાંભળી દયાથી કેમલ હૃદયવાળા મેં જલ મંગાવી મારી પાસે રહેલી રત્નમય મુદ્રિકાથી પ્રક્ષાલિત કરીને એ જલનો તેના શરીર ઉપર અભિષેક કર્યો. તે સમયે તેના વામ હસ્તમાં રહેલી મુદ્રિકા મેં ગ્રહણ કરી. એ મણિરત્નના અચિંત્ય પ્રભાવથી સુતેલ માણસ બેઠે થાય તેમ તે બાળા સાવધ થઈ ગઈ. પરપુરૂષને જોઈ લજજાથી વસ્ત્રના પાલવમાં પોતાના નાજુક અંગોને છુપાવતી સખીઓ તરફ નજર કરતી બેલી. અરે ! આ બધુ છે શુ ? તમારી આંખમાં તો અવ્યુ છે ને તમે હસે છે કેમ ? ને આ મનાવતાર પુરૂષ કોણ છે : તે તો કહે ? ' “બહેન ! આપણે અહીંયાં કીડા કરવાને આવેલાં તે દરમિયાન અચાનક કૃષ્ણસર્પના કરડવાથી તું બેભાન બની ગઈ. જેથી અમે રડતાં હતાં પણ આ ઉત્તમપુરૂષે તને સાવધ કરવાથી અમે ખુશી થયાં સખીઓએ ખુલાસો કરવાથી તે બાળા મારી તરફ રાગદષ્ટિથી જેતી વિસ્મય પામતી વળી બેલી. “અરે ! અરે ! મારી મુદ્રિકા કયાં ગઈ?” . “અરે બહેન ! તારી મુદ્રિકા તો તારા ઉપકારીના હાથને ભાવે છે ને એની મુદ્રિકા તારા હાથને! - . લજજાથી નમ્રમુખી તે બાળ ક્ષણમાં મારી તરફ તો ક્ષિણમાં સખીઓ તરફ જતી શું બોલવું તેના વિચારમાં પડી ગઈ. તે દરમિયાન પ્રતિહારીએ નિવેદન કરવાથી એના Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy