________________ - - - 222 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર -ભૂલી જતો નહિ પણ માતાપિતાનું સ્મરણ થવાથી દેવસિંહ કુમારે સ્વદેશ તરફ જવાની તૈયારી કરી, રાજાની અનુજ્ઞા લઈ મોટી ઋદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિપૂર્વક વાદિત્રના મધુર નાદાથી જેણે પ્રસ્થાન કર્યું છે એવા દેવસિંહ કુમારે પોતાના સૈન્યની સાથે સ્વદેશના માર્ગે પ્રયાણ કર્યું, પ્રિયાની સાથે ગ્રામ, નગર, આરામાદિ જેતો, પલ્લીને વિષે પલીપતિથી પૂજાત ને માની રાજાએથી માન મેળવતો ગિરિ, નદી, તળાવ, વાવ આદિમાં કીડા કરતે, પર્વત, નગર, શહેર વગેરેમાં જીનેશ્વરની પૂજાને રચાવતો, દુ:ખી જનેને દાનથી રાજી કરતો, અનુક્રમે મથુરા નગરીમાં આવ્યો. પિતાએ મોટા આડંબરપૂર્વક પ્રવેશ મહોત્સવ કર્યો સકલ જનોને દાન માન દષ્ટિ અને મનોહર વાણીથી સંતોષ પમાડતો દેવસિંહ કુમાર પિતાના નગરમાં મેટા આડંબર સાથે આવ્યો. નગરના નરનારીઓથી વારંવાર જોવાતો દેવસિંહ ઘણે સમયે નગરમાં આવવાથી સર્વેના હર્ષનું કારણે થયો ને રાજા વગેરે પરમ આનંદ પામ્યા. એકદા પરમ ભાગ્યવાળા દેવસિંહને પોતાની પાટે સ્થાપન કરી મેઘરથ રાજાએ વૈરાગ્યના રંગથી રંગાઈને મુનિની પાસે ચારિત્ર અંગીકાર કરી મુક્તિની લક્ષ્મીને મેળવી લીધી, દેવસિંહ નરપતિએ યુદ્ધ કર્યા વગર અનેક દુદ્દત રાજાઓને પિતાના પ્રતાપથી વશ કરી લીધા ને ન્યાયથી એકચકે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યો. સંસારનાં સુખ ભેળવીને થાકી રહેલા નરનાથ દેવસિંહ એક દિવસ પ્રાત:કાળે નિદ્રામાંથી જાગ્રત થયેલી 'વિચાર કરવા લાગ્યો “આ પૃથ્વી ઉપર જે રાજાઓએ પોતાના રાજપાટને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust