________________ એકવીશ ભવને નેહસંબંધ 223 તેમનેજ એક માત્ર ધન્ય છે અને હું તો અધન્ય છું કે જાણવા છતાં વિરતિ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરતો નથી. એ મોહરાજાને મારા ઉપર કેટલો બધો પ્રભાવ છે તે સચવે છે. પિશાચીની માફક ભેગની લાલસા મને વળગેલી છે જેથી અદ્યાપિ ધંતુરો પીધેલાની માફક હું એમાં મુંઝાઈ ગયેલ છું. દુષ્ટ કામરૂપી કિરાતે મારું વિવેક રત્ન લુંટી લીધું છે. ઇંદ્રિયરૂપી લુંટારાઓએ મારૂં ભાવરૂપી ધન લુંટવામાં મણા રાખી નથી. જેથી દુષ્ટ ચારિત્ર મોહનીય કર્મરૂપ શયતાનને હું શી રીતે જીતી લઈશ? અથવા તો તેને જીતવાને ઉપાય પૂર્વે સૂરીશ્વરે બતાવેલો એ દ્રવ્યસ્તવ હું આદરૂ, કે જેનાથી મને ભાવસ્તવની પ્રાપ્તિ થાય.” એક રમણીય સુપ્રભાતે જાગ્રત થયેલે રાજા એ પ્રમાણે ભાવના ભાવતા દ્રવ્યસ્તવ આદરવાને તૈયાર થયો. એક પ્રશસ્ત મુદ્દત્ત જોવરાવી તે સારા મુહૂર્ત શુદ્ધ પૃથ્વીને જોવરાવી કેટલાક સૂત્રધારને જીનમંદિર તૈયાર કરવાની આજ્ઞા કરી, કેટલાકને જીન પ્રતિમા તૈયાર કરવાને ફર- . માવ્યું, પતે પણ બ્રહ્મચર્યને ધારણ કરતો એ ધર્મ કાર્ય તરફ અપૂર્વ ઉત્સાહ ધારણ કરવા લાગ્યો. જીન પ્રાસાદ અને જીન પ્રતિમા તૈયાર થતાં સારો મુદ્દે રાજાએ ગીતાર્થ ગુરૂની પાસે અહંતબિંબને વિધિ વિધાન કરવાપૂર્વક મંદિરને વિષે સ્થાપન કરાવ્યા. તે સંનિમિત્તે માટે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. પ્રિયા સહિત રાજા એ જીન પ્રાસાદમાં ત્રણે કાલ “જીનપૂજન કરવા લાગ્યો, શરીરનાં અને મનનાં પાપને એ રીતે દૂર કરવા લાગ્યો, એ ભવ્ય જીનમંદિરમાં પાત્રો ત્ય કરવા લાગ્યાં. ગવૈયા પુરૂષો ગાયન કરવા લાગ્યા, કોઈ મધુર શાએ વાઢિંત્ર વગાડવા લાગ્યા, કિન્નર યુગલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust