________________ એકવીશ ભવને નેહસંબંધ 221 છ ખંડની સાહ્યબીનો ત્યાગ કરી પ્રિયંકર ચક્રીએ મંત્રી મતિસાગર સાથે ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી આમ રાજા અને મંત્રી ચારિત્રને પાળતા તપ તેજથી, શેભવા લાગ્યા, અનુક્રમે તરૂપ અગ્નિથી કર્મરૂપી કાષ્ટને તેમણે બાળી ભસ્મ કરી નાખ્યા. ને સંસારરૂપી સાગરને પાર પામ્યા. આયુ:પૂર્ણ કરી તેઓ અનંત, અવ્યાબાધ સુખના ભાગવનારા થયા, એ પ્રમાણે અજ્ઞાનથી કરેલું દ્રવ્યસ્તવ પણ પરંપરાએ વિશેષ સુખના હેતુરૂપ થયું તો. જ્ઞાનયોગથી બહુમાનપૂર્વક શ્રદ્ધારૂપ અમૃતવડે કરીને જે દ્રવ્યસ્તવ કરવામાં આવે તે જરૂર કલ્યાણ કરનાર થાય, એ પ્રમાણે ગુરૂ પાસેથી દ્રવ્યસ્તવ સંબંધી કથાને સાંભળી પ્રિયા સહિત દેવસિંહ કુમાર ધર્મ પામીને પિતાને સ્થાનકે ગયે. ગુરૂ મહારાજ પણ વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા. શ્રાવક ધમાધન. चलाविभूतिःक्षणभंगियौवनं, कृतांतदन्तान्तरवत्ति जीवितम् / तथाप्यवज्ञा परलोकसाधने, अहो नृणां विस्मयकारि चेष्टितम् // - ભાવાર્થ–લક્ષ્મી, એશ્વર્ય, ઠકુરાઈ, સંપત્તિઓ એ બધી ચપળ છે. યૌવન ક્ષણભંગુર છે, કાલાંતરે વિનશ્વર થવાનું છે અને જીવિત તો યમની બે દાની વચ્ચે રહેલું છે છતાંય મનુષ્ય પરલોકને વિષે સુખ કરનાર ધર્મ સાધવાની અવજ્ઞા કરે છે તે ખરેખર એમનું ચેષ્ટિત આશ્ચર્ય 'કારી નથી શું ! સુરના નગરમાં સુખથી કાલ નિર્ગમન કરતો દેવસિહ કુમાર યથાશક્તિ ધર્મનાં અનુષ્ઠાન કરવાનું પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust