________________ 218 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બન્નેએ પોતપોતાનું આત્મહિત કર્યું, ને સંસારની ઉપાધિથી મુક્ત થયા. રાજ્યગાદી ભેગવતાં ને ન્યાયથી પ્રજાનું પાલન કરતાં, પ્રિયંકર નરપતિના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉન્ન થયું. એ દિવ્ય ચકના પ્રભાવથી પ્રિયંકર નરપતિએ ષટ ખંડ ભરતને જીતી લીધું ને પ્રિયંકર ચક્રવત્તી થયા, બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાઓ એમની સેવા કરવા લાગ્યા. ચોસઠ હજાર રમણીજનના પ્રિયતમ-સ્વામી થયા, ચૌદ રત્નના સ્વામી એવા પ્રિયંકર ચક્રવત્તી પોતાના પરાક્રમથી ઉપાજન કરેલા ચક્રવત્તીના મનોહર ભેગેને ભેગવવા લાગ્યા. મેટા સામ્રાજ્યવાળા અને ષ ખંડની સાહ્યબીવાળા ચકીને અનેક મંત્રીઓ હોવા છતાં પણ મતિસાગર મંત્રી સમાન કઈ પ્રિય નહોતું. પરભવના સ્નેહ સંબંધથી આ ભવમાં પણ એમના જીવનમાં પ્રિયમાં પ્રિય મહિસાગર હતા, કે જેટલી પ્રીતિ એમને પિતાની રમણીઓમાં કે સ્ત્રીરત્નમાં પણ નહોતી. * મતિસાગર પણ દેવતાની માફક ચકવત્તીની સેવા કરતા હતા. પોતાનું ચિત્ત અને વિત્ત અગર તો સર્વસ્વ મંત્રીને ચક્રીજ હતા. એ પ્રમાણે બને ગાઢ પ્રીતિવાળાને એક બીજામાં અજબ આકર્ષણને ધારણ કરનારા તેઓ. પણ આ સ્નેહનું વાસ્તવિક કારણું સમજી શકતા નહિ. જેથી જ્ઞાની પાસે એને ખુલાસે મેળવવાને બને આતુર હતા, . એક દિવસે સુપ્રભ નામે તીર્થકર ભગવાન ગજપુર નગરના ઉદ્યાનમાં સમવસર્યા, ત્રણ છત્ર, ભામંડલ, ધર્મચક્ર, સિંહાસન, ચામર, દુંદુભિ સુર પુષ્પવૃષ્ટિ અને અશોકવૃક્ષ એ આઠે પ્રીતિહાર્યથી શુભતા જીનેશ્વર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust