SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને નેહસંબંધ T 217 કરી શ્રીવાહન રાજાના બુદ્ધિસાગર મંત્રીની સુદત્તા નામે પ્રિયા થકી પુત્રપણે ઉપન્ન થયો, રાજપુત્રનું નામ પ્રિયંકર અને મંત્રી પુત્રનું નામ મતિસાગર પાડયું. " વૃદ્ધિને પામતા બન્ને કુમારે પરભવના સ્નેહથી આ ભવમાં પણ એક બીજાના વિયોગને સહન નહી કરતા સાથે રમતા, સાથે ખાતા ને સાથે જ ખેલતા હતા, વિદ્યાભ્યાસ પણ સાથે કરતા ને સાથે જ રહેતા હતા, ક્ષણભરની જુદાઈ પણ તેઓ સહન કરી શકતા નહિ. શસ્ત્ર શાસ્ત્ર અને કળા કૌશલ્યમાં પાવરધા બની ગયા. ક્રમે કરીને સ્ત્રીજનોને પ્રીતિ કરવામાં સુલભ નવીન યૌવનને આંગણે આવ્યા. તેઓ લલિત લલનાઓને પ્રાર્થના કરવાગ્યે થયા, - શ્રીવાહન નરપતિએ રાજકુમાર પ્રિયંકરને યૌવન અવસ્થામાં આવેલો જાણી અનેક રાજાઓની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. મંત્રીએ પણ મતિસાગરને અનેક મંત્રી પુત્રીઓ સાથે પરણાવ્યો. પોત પોતાની પત્ની સાથે અનુપમ સુખને ભેગવતા રાજકુમાર અને મંત્રીપુત્ર, જતા એવા કાલને પણ જાણતા નહિ. જીવન સુખમાં સમય શિધ્રતાથી પસાર થઈ જાય છે ત્યારે દુ:ખમાં... . . એક દિવસે શ્રીવાહન નરપતિએ ગુરૂને ઉપદેશ શ્રવણ કેરી સંસારસાગરને અસાર જાણતા અને વિષયોને નિરસ માનતા તેમજ સ્ત્રીઓને નરકની દુતી સમાન, ગણનારા તેમણે રાજકુમાર પ્રિયંકરને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, દેવ મંદિરમાં મહાન પૂજાએ રચાવી, અષ્ટાનિકા મહોત્સવપૂર્વક સંસારસાગરને તારનારી દીક્ષાને શ્રીશ્રતસાગર ગુરૂ પાસે ગ્રહણ કરી. પોતાના સ્વામિ સાથે બુદ્ધિસાગર મંત્રીએ પણ મતિસાગરને મંત્રીપદે સ્થાપન કરી ચારૂ એવું મક્ષ લક્ષ્મીને આપનારું ચારિત્ર અંગીકાર કર્યું. એ રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy