________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 219. ભવ્યજનોને ભારે પર્ષદા આગળ દેશના આપવા લાગ્યા. જીનેશ્વરનું આગમન સાંભળીને તેઓ બન્ને-ચકી અને . મંત્રી પોતપોતાના અંત:પુરાદિક પરિવાર સાથે મોટા આડં. બરપૂર્વક જીનેશ્વરને વાંદવાને આવ્યા, સમવસરણું દષ્ટિ ગોચર થતાં રાજચિન્હનો ત્યાગ કરી સમવસરણમાં આવ્યા, . જીનેશ્વરને નમી વાદીને ગ્ય સ્થાનકે બેઠા. ' હે ભ ! જન્મ, જરા અને મૃત્યુથી દુ:ખ પૂર્ણ એવા આ ભવાવને વિષે પુણ્યરૂપ વહાણમાં આરૂઢ થઈને તમે સમુદ્રને તરવાનો પ્રયત્ન કરો, આ અસાર સંસાર સમુદ્રમાં વિધિરૂપ ધીવર દારૂણ દુ:ખદાયી એવા મૃત્યરૂપી. મહાજાલવડે કરીને વિષયોના આકર્ષણથી-ચીપીયાથી સમગ્ર પ્રાણીઓને પકડી લે છે ને કર્મરૂપી કુઠારવડે કરીને તેમનાં છેદન કરી નાખે છે. અજ્ઞાની જને તે એ કષ્ટને ભોગવે પણ ગુણવાન અને સમજુ પુરૂષો પણ આવા ભવસાગરમાં ડુબી મરે છે છતાં તરવાનો પ્રયત્ન નથી કરતા, એ ઓછું આશ્ચર્ય છે? સંસારમાં કેટલાક દીક્ષાના અથી હોવા છતાં કાળ. વિલંબ કરવા જતાં એમના મનોરથો અપૂર્ણ રહી જાય. છે ને દુ:ખી દુ:ખી થઈ જાય છે. કેટલાક જ્ઞાનીજનો સંસાર તરવામાં કુશળ છતાં કુટ્ટાહરૂપ કદાગ્રહના વશથી પાતાલમાં ડુબી જાય છે. કેટલાક સંસાર સમુદ્રને તરીને કાંઠે આવ્યા છતા ત્યાંથી પ્રમાદરૂપી કાદવમાં મગ્ન થઈ નીચે . પડે છે. માટે હે ભવ્ય ! તમે બોધ પામે ! બોધ પામે! ભોગરૂપી રોગોથી ભયંકર આ સંસારના મોહમાં ન લપટાવ ! અપ્રમત્તરૂપી વહાણમાં આરૂઢ થઇને આ સંસાર સાગરનું ઉલંઘન કરી અનંતસુખના ધામ મુક્તિનગરને. તમે પામે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust