________________ 210 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ષ્યમાં ઉપન્ન થઈને તેઓ તમારા જેવા પરાક્રમી વિદ્યાધરોને પણ વશ કરે છે તે સમયે તમારી વિદ્યા ક્યાં જતી રહે છે? - ચંદ્રકાંતાની યુક્તિયુક્ત વાણી સાંભળી એના ભાઈઓ વગેરે મૌન થઈ ગયા. વિદ્યાધરરા રવિકિરણે પણ જાણ્યું કે દેવસેનકુમાર વગર આ કન્યા અને પરણશે નહિ. પરભવના સ્નેહથી તે એનામાં રાગવાળી થઈ છે પણ દેવસેનને આ કન્યા ઉપર રાગ કેવો છે તેની પરીક્ષા કરવી જોઈએ, રવિકિરણ વિદ્યાધરરાજે એક કન્યાના સમાન સ્વરૂપવાળું ચિત્રપટ તૈયાર કરી વિધપુરીનગરીને વિષે રાજા પાસે મોકલ્યું, એ ચિત્રપટને જોતાંજ રાજકુમાર એ કન્યામાં ગાઢ રાગવાળો થઈ ગયો. રાજા રવિકિરણે પિતાની પુત્રી સાથે ચંડાળનું સ્વરૂપ ધારણ કરી ગાંધર્વ બની વીણાને વગાડતો રાજાની સભામાં આવ્યું તેના મધુર ગાયનથી દેવસેન કુમાર વગર બધી સભા ખુશી થઈ ગઈ દેવસેન કુમાર તો એ ચંડાલની સાથે આવેલી ચંડાલ પુત્રીને જોવામાંજ લીન થઈ ગયા હતે વારંવાર એ ચંડાલીને જવા છતાં અતૃપ્ત હૃદયવાળો દેવસેન રાજસભાના અપવાદને પણ ન ગણકારતાં એ ચંડાલીને ફાટી આંખે જોઈ રહ્યો. અનેક વખત ગાયન કરતા એ ચંડાલના ગાયનની એને કાંઈ પરવા નહોતી. એને દરકાર હતી પેલી ચંડાલની કુમારિકાની. ખેચર પણ કુમારની પ્રીતિની પરીક્ષા કરીને ચાલ્યો ગયો. પછી વિવાહની સામગ્રી તૈયાર કરીને રવિકિરણ પિતાના પરિવાર સાથે વિશ્વપરના ઉદ્યાનમાં આવ્યો અને રાજાને પણ વધામણિ મોકલી. સુરતેજ રાજાએ પણ વિવાહની તૈયારી કરી વિદ્યાP.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust