________________ એકવીશ ભવને સ્નેહસંબંધ 2096 ક વાંદવાને સમર્થ નથી. મેહનો નાશ કરનારી તેમની દેશના પણ સાંભળવાને જેઓ શક્તિવાન નથી. એવા ભૂચારી મનુષ્યનું બળ, બુદ્ધિ, રૂપ અને વિજ્ઞાન વિદ્યાધરોની પાસે સમુદ્રની આગળ ખાબોચીયાના જેવું છે. વિદ્યારે લીલા માત્રમાં જેમનો પરાભવ કરી શકે છે. જેમની પાસેથી સમર્થ વિદ્યાધરોનો ત્યાગ કરી તને પૃથ્વીના કીડા જેવા મનુષ્ય તરફ શું જોઈને પ્રીતિ થાય છે ??? , ; , અને પારકી નિંદા એતો રાગદ્વેષના પરિણામથી થઈ શકે પરન્તુ મધ્યસ્થ પુરૂષો તો વિચાર કરે તો માલુમ પડે કે વિદ્યાધર અને મનુષ્યપણામાં નુભવના સમાનપણા થકી લગભગ સરખુ જ છે. જન્મ, જશ, મૃત્યુ અને પગાદિક ભાવે જેમ મનુષ્ય-ભૂચારીને વળગેલા છે તેમ વિદ્યાધરને પણ વળગેલા છે. તમે એમ કહેશે કે વિદ્યાધર આકાશગામી હોવાથી ગમે ત્યાં જઈ શકે છે તો આકાશને વિષે તો પંખીઓ પણ ઉડીને ગમે ત્યાં જઈ શકે છે. રૂ૫ પરાવર્તન નટ લેકે પણ આબેહુબ રીતે કરી શકે છે, માટે વિદ્વાન પુરૂષ પ્રાપ્ત થયેલી વસ્તુને ગર્વ કરતા નથી. વિદ્યાધરો જ્યારે વિદ્યાના બળથી શત્રુને જીતી શકે છે. ત્યારે ભૂચર મનુષ્ય પોતાના બાહુબલથી દુશમનને મારે છે. માટે મધ્યસ્થ થઈને વિચાર કરી કે મનુષ્ય અને વિદ્યાધરમાં કેણ વખાણવા યોગ્ય છે તે મનુષ્યમાં જે વિદ્યાધરની જાતિ ઉત્તમ મનાતી હોત તો અરિહંત, ચક્રવતી, બલદેવ અને વાસુદેવ તમારી ઉત્તમ જાતિમાં કેમ ઉપન્ન થતા નથી? અરે ભૂચર-મન Jun Gun Aaradhak Trust GDP. Ac. Gunratnasuri M.S.