SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને નેહસંબંધ - 201 શરદરૂતુના દિવસો સૃષ્ટિના સૌંદર્યની શોભામાં વધારે કરી રહ્યા છે. વષારૂતુનું ઘનઘોર આકાશ અત્યારે સ્વચ્છ અને નિર્મળ દેખાય છે આકાશમાં કવચિત વાદળીઓ અનેક સ્વરૂપને ધારણ કરતી પાછી વિખરાઈ જાય છે. શરદ રૂતુને સૂર્ય પણ પિતાના પ્રકાશથી જગતને આનંદ આપી રહ્યો છે એ શરદ રૂતુની મોજ માણતા માનવીએને મન તો એવું હતું કે આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા. એ શરદરૂતુના એક દિવસે લલિતાંગનૃપ પોતાની પ્રિયા સાથે વિવિધ ક્રીડા કરતો ગેખમાં બેઠો હતો. સમય સાંજને હેવાથી આકાશમાં અનેક પંચરંગી વાદળ એકઠાં મળીને વિખરાઈ જતાં હતાં. નવીન નવીન સ્વરૂપને ધારણ કરી વિખરાઈ જતાં એ વાદળને કાંઈ વાર લાગતી નહતી. રાજાએ અકસ્માત આકાશ તરફ દષ્ટિ કરી તો વાદળથી બનેલો પંચવર્ણવાળા મનહર પ્રાસાદ નજરે પડયો જાણે ઉત્તમ અને કળાનિપુણ કારીગરને બનાવેલો હોય ! એવા મનોહર પ્રાસાદને જોઈ રાજા ખુશી થયો. રાજા વાદળથી - બનેલા પ્રાસાદના સૌંદર્યને એક ચિત્તે જોઈ રહ્યો. ક્ષણવાર પછી જ્યારે રાજાની નજર પ્રાસાદ ઉપર પડી કે તે મહેલનાં વાદળ ધીરે ધીરે વિખરાવા લાગ્યાં. એ પંચવર્ણયુક્ત પ્રાસાદ છેદાઈ શીવિશી-છિન્નભિન્ન થઈ ગયો ને રાજા ચમક્યો “પ્રિયે ! આકાશમાં રહેલા પ્રાસાદને જોવામાં પણ વિધિએ વિન્ન કર્યું. “શી રીતે ? પરાણી કે જે રાજાની વાતમાં રસ લેતી હતી તે બેલી. શું કહે દેવી! શરદ રૂતુના વાદળની ચપળતા તો જો સારી અને મનોહર આકૃતિવાળે અભ્રપ્રાસાદ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy