________________ 202 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એક ક્ષણમાં વાયુથી વિખરાઈ ગયે-નષ્ટ થઈ ગયો. ખેદને ધારણ કરતો રાજા બેલો, વાદળને એ તો એવો સ્વભાવ જ છે કે એકઠા મળીને ક્ષણમાં વિખરાઈ જાય. રાણીએ રાજાના મનનું સમાધાન કર્યું, અને એવીજ આ દુનિયાની વસ્તુઓ ધન, યૌવન, વૈભવ, ઐશ્વર્ય અને જીવિત બધુંયે એક દિન નષ્ટ થઈ જવાનું કેમ ખરુંને? મોટા પરાક્રમથી મેળવેલી આ લક્ષ્મી. પણ નાશ પામી જવાની, અથવા તો એને છોડીને આપણેય જતા રહેવાનું જ ને?? આયુ પૂર્ણ થતાં આ સંસારમાં કઈ પણ ક્ષણવારે રહી શકતું નથી દેવ ! તારી વાત સત્ય છે દેવી! યૌવન, લક્ષ્મી, જીવિત બધુ કમલપત્ર પર રહેલા જળ બિંદુની માફક ચપડી છે, વિદ્યુતના ઝબકારાની માફક ક્ષણમાં નાશ પામી જવાવાળું છે છતાં પણ મનુષ્ય પરલેક સાધવામાં ઉત્સાહ ધારણ કરતા નથી. એ ઓછી નવાઈભરી વાત છે ? ' “આ લોકના સુખમાં મગ્ન થયેલા માનવીને પરભવની કાંઈ પડી નથી. માનવી કટબ પરિવારાદિકના. ઉપાધિમાંથી મુક્ત થાય ત્યારે પરલેકને સંભારે ને ?" “હે સુલોચને ! મેહમાં મુંઝાયેલ મનુષ્ય કાંઇ દેખી શકતો નથી. પણ આ પ્રાસાદની માફક અનિત્ય આયુષ્ય પુરૂ થતાં હાથી, અશ્વ, સ્થ અને પાયદળાદિ ચતુરંગ બળના જોતાં જોતાં મૃત્યુ માનવીને હરી લે છે ત્યારે એ શું કરી શકે છે ? ““પરવશ પટેલે માનવી શ કરે ? એને જે ત્યાં. ઉપાય ચાલે તો મૃત્યુને પણ છેતરવાને તૈયાર થાય?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust