________________ - 200 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર | રાજકુમાર પ્રિયા સહિત રાજમહેલમાં આવી પહોંચ્યો અને પિતાને નમ્યો. ઘણે દિવસે પુત્રને કુશલક્ષેમ આવેલ જોઈ રાજા ખુશી થતો પુત્રને ભેટો. પિતાને નમીને લલિતાંગ પિતાની માતાને નો. સને મલી ભેટી પોતાના આવાસે આવ્યા. પ્રિયા ઉન્માદયંતી સાથે પંચ વિધ સુખને ભોગવતો સુખમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો, અન્યદા રાજાએ પુત્રને યોગ્ય જાણી એના રાજ્યાભિષેકની મંત્રીઓને આજ્ઞા કરી. તિષીને બોલાવી શુભમુહૂ જોવરાવ્યું. - એ રાજ્યાભિષેક નિમિત્તે નગરમાં મોટે પટ્ટ મહા સવ થયો, લેકે આનંદમાં મસ્ત રહેવા લાગ્યાં, શેક - સંતાપ બધાં અદશ્ય થઈ ગયાં ને શુભ દિવસે લલિતાંગનો રાજ્યાભિષેક થઈ ગયે, કુમાર લલિતાંગ નરપતિ લલિતાંગ થયે, રાજાએ રાજ્યની જવાબદારીથી મુક્ત થઈ આત્મહિત સાધ્યું. રાજા લલિતાંગ પણ ન્યાયથી પ્રજાનું પાલન કરતો પોતાનો કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યો. વૈરાગ્ય. अर्थानामर्जने दुःख-मर्जितानां च रक्षणे / आये दुःखं व्यये दुःखं, धिगर्थोऽनर्थभाजनम् // 1 // ભાવાર્થ-ધન ઉપાર્જન કરવામાં દુ:ખ રહેલું છે. રક્ષણ કરવામાં પણ અનેક ચિંતાઓ રહેલી છે. ધનના આવવામાં તેમજ નાશ પામવામાં દુ:ખ રહેલું છે એવા અનર્થન કરનારા ધનને ધિક્કાર થાઓ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust