SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 19 રાજકુમાર ! આ બધું તમારી પરીક્ષા માટે હતું, તમારા ચારેના વિવાદનો અંત કેઈપણ રીતે ન આવવાથી તમારા ચારેમાંથી રાજબાળા માટે ગ્ય નર કોણ છે તેની આ અગ્નિ પરીક્ષા હતી. જેમાં તમે ત્રણે હારી ગયા છે, રાજકુમાર લલિતાંગ રાજબાળા માટે યોગ્ય સાબિત થયા છે. સુબુદ્ધિ મંત્રીએ રાજકુમારે આગળ ખુલાસો કર્યો. જે સાંભળી રાજસભા પણ મંત્રીની બુદ્ધિની તારીફ કરવા લાગી. મંત્રીએ પણ અગ્નિ પરીક્ષામાંથી બનેને શી રીતે બચાવી લેવામાં આવ્યાં તે હકીકત કહી સંભળાવી. મંત્રીની હકીકત સાંભળી રાજકુમારના મનનું પણ સમાધાન થઈ ગયું. રાજાએ મોટા આડંબર પૂર્વક લલિતાગ અને રાજકુમારીનાં લગ્ન કરી દીધાં. પેલા ત્રણે રાજકુમારે એ વિવાહ ઉત્સવમાં ભાગ લઈને પિતપોતાને વતન ચાલ્યા ગયા. રાજકુમાર લલિતાંગ શ્વસુરના આગ્રહથી ત્યાં રહ્યા. '' - કેટલાક દિવસ પછી લલિતાંગ સાસુસસરાની-રાજાની આજ્ઞા મેળવી પિતાને વતન જવાને તૈયાર થયે, રાજાએ પણ લલિતાંગનો આગ્રહ જાણી પુત્રીને સાસરે વળાવી. કરકરીયાવરમાં ખુબ હાથી ઘોડા રથ પાયદળ અને જરઝવેરાત, વસ્ત્રાભૂષણ આપી પુત્રીની મનોકામના પૂર્ણ કરી એક સારા દિવસે રાજકુમાર લલિતાંગ પોતાની પ્રિયા તેમજ પરિવાર સાથે પોતાને વતન જવાને રવાના થયો, રાજાએ પોતાના પુત્રને પરિવાર સહિત આવેલો જાણી એનો માટે પ્રવેશ મહોત્સવ કર્યો. નગરનાં નરનારીએ કુમારની વધુનાં દર્શન કરી વખાણ કરવા લાગ્યાં. નગરમાં અનેક સ્થળે લોકોથી સત્કાર કરાતો અને પૂજાતા પ્રિય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy