________________ 198 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “હા, કેમ નહિ? શું તમારે એ આશ્ચર્ય જેવું છે. મંત્રીએ એક પુરૂષને ઈસરત કરી, જેતા જઈએ ત્યારે. એ બને જીવતાં હાજર થાય છે અને જીવતા હાજર થાય તે અમેય એમનાં લગ્નનો લહાવો લેતા જઈએ.” રાજકુમાર જાણતો હતો કે મંત્રી ઠંડા પહોરની હાંકી રહ્યો. છે કારણ કે જે ઘટના બનવી અસંભવિત છે તે મનુષ્ય. બનાવી શકે તેવી તેની તાકાત હોતી નથી. મંત્રી કાં તો ગાંડો થઈ ગયો છે અથવા તો માત્ર કુતુહલ કરી રહ્યો છે. અને નકામે કાલક્ષેપ કરી રહ્યો છે. * એ વાતચિત દરમિયાન લલિતાંગ અને રાજકુમારી રાજસભામાં આવીને હાજર થયાં. બધા અજાયબીથી દંગ થઈ ગયા-ફાટી આંખે જોઈ રહ્યા. રાજા તો આ બનાવથી ખુશી ખુશી થઈ ગયે. આ અકસ્માત આકાશમાં મોટો કડાકો થાય અને ભર અરણ્યમાં રહેલા બીકણ માનવીનું હૈયું ધડકે તેની માફક રાજકુમારનાં હૃદય ધડકયાં, અસંભવિત ઘટના બનેલી પોતાની સગી આંખોએ જોઈ અરે ! આ તે સ્વમ છે કે માયા ? શું આ સત્ય છે ! પિતાની આંખે ચાળી ખુબ ધારી ધારીને જોવા લાગ્યા. આ શી રીતે બન્યું ? કાલે અગ્નિમાં દગ્ધ થયેલાં આ આંખોએ જોયેલાં તે સત્ય કે આ સત્ય ! રાજકુમારો મોટા વિમાસણમાં પડયા રાજકુમાર! લલિતાંગ અને રાજકુમારીને તમે જુઓ છે તે સત્ય છે. આ કાંઈ મારી માયા કે ઈજાલ નથી." મંત્રીએ ખુલાસે કર્યો. રાજકુમારે પણ અજાયબ થયા. રાજકુમારીને સાક્ષાત. હાજર–જીવતી જાગતી જોઈ પણ હવે તેઓએ પિતાને. હક ગુમાવ્યો હોવાથી વાદવિવાદનો અંત આવી ગયે. હતો એટલે ઉપાય શુ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust